વિદેશમાં ભારતની ‘આકાશ મિસાઈલ’ ની વધી ડિમાન્ડ, જાણો લાક્ષણિકતાઓ

ઘણા દેશોએ ભારતની સ્વદેશી આકાશ મિસાઈલ ખરીદવાની પ્રક્રિયામાં ઈચ્છા દાખવી છે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટના ઉચ્ચ અધિકારીએ શનિવારે આ વાત કહી છે. DRDO ચેરમેન એસ ક્રિસ્ટોફરે કહ્યુ કે આકાશની માંગ વધી રહી છે. આ દરેક સ્થિતિમાં કરાગર થાનાર મધ્યમ રેન્જની જમીનથી હવામાં વાર કરનારી મિસાઈલ છે.

તેમણે કહ્યુ કે ઘમા દેશોએ તેમાં ઈચ્છા દાખવી છે, DRDO દ્વારા વિકસાવેલી આકાશ મિસાઈલ સિસ્ટમ હવામાં ઉડી રહેલા લક્ષ્યોને મારી પાડવામાં સક્ષમ છે. આ યુદ્ધક વિમાન, ક્રુઝ મિસાઈલ, હવાથી જમીનમાં વાર કરનારી મિસાઈલ અને બેલાસ્ટિક મિસાઈલોને નિશાન બનાવી શકે છે.

ક્રિસ્ટોફરે કહ્યુ કે ઘણા દેશો સાથે વાતચીત ચાલી રહી છે અને ઝડપથી મિસાઈલ માટે ઓર્ડરો પણ મળવા લાગશે. ઉલ્લેખનીય છે કે તેમણે આનાથી વધારે જાણકારી આપી નથી. એક સવાલનો જવાબ આપતા તેમણે કહ્યુ કે આ વર્ષે DRDO ન 2 હજાર કરોડ રૂપિયાનું બજેટ મળ્યુ છે. એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચેલા ક્રિસ્ટોફર જણાવ્યુ હતુ કે બ્રહ્મોસ મિસાઈલન લગતી પ્રશ્નોત્તરી પણ આવી રહી છે.

You might also like