રમત વિશ્વની ‘હેટ સ્ટોરીઝ’:રમતોની દુનિયાની ચમકદમકથી સર્જાયા અનેક વિવાદો…

 

નવી દિલ્હીઃ રમત અને ગ્લેમર એકબીજાના પૂરક છે. રમતોની દુનિયાની ચમકદમકથી ઘણા બધા વિવાદો સર્જાયા છે. મોહંમદ શમી અને તેની પત્ની હસીનજહાં તેનું તાજું ઉદાહરણ છે. ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર માઇક ગેટિંગથી લઈને ભારતીય સ્પિનર અમિત મિશ્રા જેવા ખેલાડીઓ મહિલાઓ સાથેના સંબંધોને લઈ વિવાદમાં ફસાઈ ચૂક્યા છે.

અમ્પાયર રઉફ પર યૌનશોષણનો આરોપ લાગ્યો હતોઃ પાકિસ્તાનના અમ્પાયર અસદ રઉફ પર ભારતીય મૂળની એક મોડલ લીના કપૂરે યૌનશોષણનો આરોપ લગાવીને સનસનાટી મચાવી દીધી હતી. લીનાએ આરોપ લગાવ્યો હતો કે રઉફે તેની સાથે લગ્ન કરવાનું વચન આપીને યૌનશોષણ કર્યું હતું. એ સમયે લીના અને રઉફની ઘણી આપત્તિજનક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.

બેડબોય શેન વોર્નઃ ઓસ્ટ્રેલિયાનાે દિગ્ગજ સ્પિનર શેન વોર્ન ઘણી મહિલાઓ સાથે પોતાના સંબંધને કારણે સમાચારોમાં ઝળક્યો છે. ૨૦૦૬માં બ્રિટનની એક નર્સે તેના પર યૌનશોષણનો ગંભીર આરોપ લગાવ્યો હતો. એ ઉપરાંત ઈંગ્લિશ કાઉન્ટી ક્રિકેટ રમવા ગયેલા વોર્ન પર બે મહિલાઓ સાથે રંગરેલિયાં મનાવવાનો આરોપ પણ લાગ્યો હતો. વર્ષો સુધી સાથે રહ્યા બાદ તેણે બ્રિટનની સ્ટાર મોડલ લિઝ હર્લે સાથેના પોતાના સંબંધોનો અંત આણ્યો હતો.

દિનેશ કાર્તિકનું લગ્નજીવન ખરડાયુંઃ ભારતીય ક્રિકેટર દિનેશ કાર્તિક અને તેની પત્ની નિકિતાનું લગ્નજીવનમાં ખતમ થઈ ચૂક્યું છે. નિકિતા બાદમાં કાર્તિકના મિત્ર અને ટીમ ઇન્ડિયાના ઓપનર મુરલી વિજયને પરણી ગઈ. દિનેશ કાર્તિકે બાદમાં ભારતીય ખેલાડી દીપિકા પલ્લીકલ સાથે લગ્ન કરી લીધાં.

સરદારસિંહ પર પણ આરોપ લાગ્યોઃ ભારતીય હોકી ટીમના વર્તમાન કેપ્ટન સરદારસિંહ પર બે વર્ષ પહેલાં બ્રિટિશ મૂળની મહિલાએ યૌનશોષણનો આરોપ લગાવ્યો હતો. ઈંગ્લિશ મહિલા હોકી ખેલાડીએ ખુદ સરદારની મંગેતર હોવાનો દાવો કર્યો હતો અને સરદાર પર લગ્નનું વચન આપીને શારીરિક સંબંધ બાધ્યાનો આરોપ લગાવ્યો હતો.

અમિત મિશ્રા પર ગંભીર આરોપો લાગ્યા હતાઃ ભારતીય સ્પિનર અમિત મિશ્રા પર ૨૦૧૫માં તેની મહિલા મિત્રએ ગંભીર આરોપો લગાવતા તેને બેંગલુરુ પોલીસ સમક્ષ ઉપસ્થિત થવા માટે મજબૂર કરી દીધો હતો. એ સમયે તેની મિત્ર કહેવાતી મહિલાએ મિશ્રા પર મારપીટ અને ગાળાગાળીનો આરોપ લગાવ્યો હતો.

રંગરેલિયાં મનાવતા આફ્રિદી પકડાયો હતોઃ પાકિસ્તાનનો વિસ્ફોટક ઓલરાઉન્ડર શાહિદી આફ્રિદી અને તેના બે સાથી ખેલાડીઓ- અતીક ઝમાન અને હસન રઝા વર્ષ ૨૦૦૦ની ચેમ્પિયન્સ ટ્રોફી પહેલાં કરાચીની એક હોટેલના રૂમમાં ઘણી છોકરીઓ સાથે જોવા મળ્યા હતા. ત્યાર બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ ખેલાડીઓ પર ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો.

You might also like