૨૦૧૬માં બોલિવૂડમાં રાજ કરશે અભિનેત્રીઓ

વર્ષ ૨૦૧૬માં બોક્સ ઓફિસ પર મહિલા કેન્દ્રિત ફિલ્મોની ધૂમ રહેશે અને હીરોઈનો જબરદસ્ત રીતે ચમકશે. આ વર્ષે આવનારી ઘણી ફિલ્મોમાં અભિનેત્રીઓ લીડ રોલમાં જોવા મળશે.

સોનમ કપૂરની ફિલ્મ ‘નીરજા’માં તે એરહોસ્ટેસ નીરજા ભનોતના રોલમાં છે. નીરજા ભનોતે ૨૩ વર્ષની ઉંમરમાં બીજા લોકોને બચાવવા માટે પોતાનો જીવ ગુમાવી દીધો હતો.

‘જય ગંગાજલ’ ફિલ્મમાં પ્રિયંકા ચોપરા આભા ઠાકુર નામની મહિલા પોલીસ ઓફિસરના રોલમાં જોવા મળશે. ‘ગંગાજલ’ ફિલ્મમાં અજય દેવગણે જે દમદાર એક્ટિંગ કરી હતી તેને પ્રિયંકા ચોપરા માત આપતી દેખાશે.

પ્રિયંકા કહે છે કે ‘જય ગંગાજલ’ની મારી ભૂમિકા અત્યાર સુધીની સૌથી હટકે છે. પ્રકાશ ઝાની ફિલ્મો જ એવી હોય છે કે દર્શકો તેના પર વિચારવા મજબૂર બની જાય છે. ‘ચોક એન્ડ ડસ્ટર’ િફલ્મમાં શબાના આઝમી અને જૂહી ચાવલાની જોડી ધૂમ મચાવશે. ફિલ્મમાં બંને સ્કૂલ ટીચર્સના રોલમાં છે, જે પોતાના કામને લઈને ખૂબ જ સમર્પિત છે, પરંતુ સ્કૂલની પ્રિન્સિપાલ (દિવ્યા દત્તા) તેમના માટે મુસીબતો ઊભી કરે છે.

‘સરબ‌િજત’ ફિલ્મ ભારતના ખેડૂત સરબ‌િજતની બાયોપિક છે, જેને પાકિસ્તાની જાસૂસ કહીને ત્યાંની જેલમાં નાખી દેવાયો. આ ફિલ્મમાં ઐશ્વર્યા રાય સરબ‌િજતની બહેન દલબીર કૌર બની છે. તેને રિયલ લાઈફની જેમ ફિલ્મમાં સંઘર્ષ કરતી દર્શાવાઈ છે. તેના ભાઈ માટે વર્ષો સુધી લડાઈ લડી.
ફિલ્મ ‘હરામખોર’માં શ્વેતા ત્રિપાઠી દમદાર ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં નવાઝુદ્દીન સિ‌િદ્દકી એક નાનકડા શહેરના સ્કૂલ ટીચરનો રોલ કરી રહ્યો છે, જેને પોતાની ટીનેજર વિદ્યાર્થિની સાથે પ્રેમ થઈ જાય છે. તે ટીનએજ સ્ટુડન્ટ છે શ્વેતા ત્રિપાઠી.

‘કી એન્ડ કા’ ફિલ્મમાં કરીના કપૂર પણ હટકે રોલમાં જોવા મળશે. કરીના કપૂર અને અર્જુન કપૂર આ િફલ્મમાં પતિ-પત્નીના રોલમાં જોવા મળશે.

‘ફિતૂર’ ફિલ્મમાં કેટરિના કૈફ અને તબ્બુ રંગ જમાવશે. ફિલ્મ ચાર્લ્સ ડિકન્સની નોવેલ ગ્રેટ એક્સ્પેકટેશન્સનું એડોપ્શન છે, તેમાં કેટરિના કૈફ અને તબ્બુ કાશ્મીરી મહિલાઓની ભૂમિકામાં છે.
‘સાલા ખડૂસ’ ફિલ્મમાં રિતિકાસિંહ નેશનલ લેવલ બોક્સરના રોલમાં છે. આ તેની ડેબ્યૂ ફિલ્મ છે. આર. માધવન સાથે તે જોવા મળશે. તેના પંચ કેટલા દમદાર છે તે ફિલ્મમાં જોવા મળશે.

You might also like