118 દેશોની સુંદરીઓને માત આપીને મિસ વર્લ્ડ બની ભારતની માનુષી

બીજિંગ: ભારતની માનુષી છિલ્લરએ ચીનમાં આયોજિત મિસ વર્લ્ડ સ્પર્ધામાં વિશ્વ સુંદરી 2017નો પુરસ્કાર પોતાના નામે કરી લીધો છે. મિસ વર્લ્ડ સ્પર્ધામાં છેલ્લા 5 હરીફમાં સામેલ થયા બાદ ભારતીય સુંદરી માનુષી છિલ્લારે એક પ્રશ્નનો જવાબ એવો આપ્યો કે એ બધા પર ભારે પડી ગઇ. સ્પર્ધામાં કુલ 118 દેશોની સુંદરીઓએ ભાગ લીધો હતો. માનુષીએ બધાને માત આપી. ભારતીય સુંદરીને આ પુરસ્કાર 17 વર્ષ બાદ મળ્યો છે.

ઉચ્ચ 5 સ્પર્ધીઓમાં જગ્યા બનાવ્યા બાદ માનુષીને પ્રશ્ન કરવામાં આવ્યો કે એમના પ્રમાણે કયું પ્રોફેશન સર્વાધિક વેતનનો હકદાર છે? એની પર માનુષીએ જવાબ આપ્યો કે મને લાગે છે કે માં સૌથી વધારે સમ્માનની હકદાર છે અને જ્યારે તમે વેતનની વાત કરો છો તો આ માત્ર રોકડની વાત ના હોય પરંતુ મારું માનવું છે કે આ પ્રેમ અને સમ્માન છે જે તમે કોઇને આપો છો. મારી માં મારી જીંદગીની સૌથી મોટી પ્રેરણા રહી છે. દરેક માતાઓ પોતાના બાળકો માટે ઘણુ બધું ત્યાગ કરે છે, એટલા માટે મને લાગે છે કે માં નું કામ સૌથી વધારે વેતન અથવા સમ્માનનો હકદાર છે.

પુરસ્કારના છેલ્લા સમયની હરિફાઇ પહેલા માનુષીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં કહ્યું કે આજે 67મો મિસ વર્લ્ડમનું ફાઇનલ છે. હું કહી શકતી નથી કે આ સફરનો ભાગ બનીને હું કેટલી ખુશ છું.

જણાવી દઇએ કે માનુષીએ સાન્યા શહેર એરીનામાં આયોજિત સમારોહમાં દુનિયાના વિવિધ હિસ્સામાંથી 108 સુંદરીઓને માત આપીને પુરસ્કાર પોતાના નામે કરી લીધો છે. મેડિકલનો અભ્યાસ કરતા કરતાં માનુષીનું સિલેક્શન મિસ ઇન્ડિયા માટે થયું.

You might also like