ઉત્પાદન કિંમત વધતાં ગાર્મેન્ટ નિકાસ ઉપર અસર

મુંબઇ: ગાર્મેન્ટની નિકાસ કેલેન્ડર વર્ષ ૨૦૧૬માં સળંગ બીજા વર્ષે ઘટાડો નોંધાયો છે, જેની પાછળનાં મુખ્ય કારણોમાં વૈશ્વિક મોરચે માગમાં સતત ઘટાડો અને સ્થાનિક બજારમાં ગાર્મેન્ટની પડતર ઊંચી આવતાં નિકાસમાં ઘટાડો નોંધાયો છે. ગાર્મેન્ટ મેન્યુફેક્ચરર્સના અગ્રણીઓના કહેવા પ્રમાણે ચાલુ વર્ષે પણ નિકાસમાં સુધારો નોંધાય તેવી શક્યતા ખૂબ જ ઓછી છે. ટેક્સટાઇલ મિનિસ્ટ્રીના પ્રાપ્ત થયેલા ડેટા મુજબ કેલેન્ડર વર્ષ ૨૦૧૬માં નિકાસ પાંચ ટકા ઘટી ૩૪.૮ અબજ ડોલર એટલે કે ૨.૩ લાખ કરોડ રૂપિયાની થઇ હતી, જ્યારે આ અગાઉ વર્ષ ૨૦૧૫માં ૩૬.૭ અબજ ડોલરની નિકાસ થઇ હતી.

કેન્દ્ર સરકારે પાછલાં વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ટેક્સટાઇલ સેક્ટરમાં નિકાસમાં વધારો થાય તે માટે રૂ. ૬૦૦૦ કરોડના પ્રોત્સાહન પેકેની જાહેરાત કરી છે. આ સેક્ટરમાં રોજગારી વધે તેવા ઉદ્દેશથી આ જાહેરાત કરાઇ હતી. ક્લોથિંગ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયાના જણાવ્યા પ્રમાણે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં અનિશ્ચિતતાના કારણે ટેક્સટાઇલ સેક્ટરની માગમાં સુસ્તી જોવા મળી છે. એટલું જ નહીં ચીનમાં ટેક્સટાઇલ સેક્ટરમાં ઉત્પાદનની પડતરમાં કોઇ જ વધારો નહીં થતાં તતા ચીનના ચલણને ડિવેલ્યુએશન કરતાં ભારત વૈશ્વિક લેવલે પ્રતિસ્પર્ધા કરવા પાછળ રહ્યું છે. તેની સામે ભારતમાં પડતર ઊંચી આવી છે. એ જ પ્રમાણે રૂપિયામાં મજબૂતાઇની ચાલ જોવા મળી છે. તેના કારણે ટેક્સટાઇલ સેક્ટરમાં નિકાસને અસર જોવા મળી છે.
http://sambhaavnews.com/

You might also like