હાર્દિકનાં કોમામાં જવાની શક્યતાને લઇ તાત્કાલિક કરાયો હોસ્પિટલાઇઝઃ મનોજ પનારા

અમદાવાદઃ હાર્દિક પટેલને હોસ્પિટલાઇઝ કરવા મુદ્દે મનોજ પનારાએ મહત્વનું નિવેદન આપતાં જણાવ્યું કે, હાર્દિકની તબિયત લથડતા તેને હોસ્પિટલાઇઝ કરાયો છે. હાર્દિક કોમામાં જઈ શકે તેવી શક્યતાને લઈને તેને દાખલ કરાયેલ છે. નરેશ પટેલ સાથેની મુલાકાત બાદ એકાએક હાર્દિકની તબિયત લથડી હતી. હાર્દિકને શ્વાસ લેવામાં પણ તકલીફ થઇ રહી હતી.

હાર્દિક પટેલ કોમામાં જઇ શકે તેવી શક્યતા હતી. હાર્દિકનું અનશન હજુ ચાલુ છે. હાર્દિકે હજુ સુધી અન્ન કે પાણી પણ લીધું નથી. હાર્દિકે હજુ સુધી પાણીનું ટીપું પણ લીધું નથી. હાર્દિકે 20 કલાકથી પાણી જ પીધું નથી. નબળા સ્વાસ્થ્ય સાથે સમાજની સેવા ન થઇ શકે. હાર્દિકનાં ઉપવાસ યથાવત જ છે. PAAS સમિતિએ હાર્દિકને હોસ્પિટલ ખસેડવાનો નિર્ણય કર્યો છે. લોકોની લાગણીને ધ્યાને રાખીને હાર્દિકને સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો છે.

ઉલ્લેખનીય છે કે હાર્દિકનાં છેલ્લાં 14 દિવસથી સતત આમરણાંત ઉપવાસ ચાલી રહેલ છે ત્યારે મહત્વનું છે કે હાર્દિનાં મુદ્દાઓ જેવાં કે અનામત અને ખેડૂતોનાં દેવામાફીને લઇ સરકાર દ્વારા કંઇ યોગ્ય નિર્ણય આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.

તેમજ હાર્દિક છેલ્લાં 14 દિવસથી અન્નને ત્યાગ કર્યો છે અને ઉપવાસ કર્યો હોવાંને કારણોસર તેની તબિયત પણ લથડી ગઇ હતી. તેમજ આજનાં રોજ ખોડલધામનાં ટ્રસ્ટી નરેશ પટેલે પણ સરકાર અને PAAS વચ્ચે મધ્યસ્થી થઇને હાર્દિકની મુલાકાતે આવ્યાં હતાં જેથી હાર્દિકને આજે પારણાં કરી લેવાની વિનંતી કરી હતી. ત્યારે હાર્દિકની તબિયત એકાએક લથડતાં તેને સોલા સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરાયેલ છે.

You might also like