સમાજનાં અગ્રણીઓએ અત્યાર સુધી કોઇ જ યોગ્ય ભૂમિકા નથી ભજવીઃ મનોજ પનારા

અમદાવાદઃ હાર્દિકનાં આમરણાંત ઉપવાસ મામલે PAASએ પ્રેસ કોન્ફરન્સ યોજી. જેમાં PAAS ટીમ રાજ્યનાં MLA અને MPને દેવા માફી અંગે રજૂઆત કરશે. આવતી કાલથી રાજ્યનાં તમામ MP અને MLAને રજૂઆત કરાશે. PAAS ટીમ MP અને MLAને ફોન કરી સવાલ કરશે. પાટીદાર સમાજને અનામત આપવા અંગે સવાલ કરશે.

PAAS ટીમ ફોન કરી દેવા માફી અંગે પણ સવાલ કરશે. ફોનમાં તમામ MP-MLAનું નિવેદન રેકોર્ડ પણ કરાશે. 7 સપ્ટેમ્બરે ફોર્મ લઈને MP-MLAને રજૂઆત કરાશે. 9 સપ્ટેમ્બરથી પાટણ ખોડલ મંદીરથી પદયાત્રા કરાશે. પાટણ ખોડલ મંદિરથી ઊંઝા ઉમિયા મંદિર સુધી પગયાત્રા યોજાશે. PAAS કન્વીનર મનોજ પનારાએ મોટું નિવેદન આપતાં કહ્યું કે સી.કે.પટેલ ભાજપનાં આગેવાન છે.

PAASની અધિકૃત ટીમ દ્વારા સી.કે.પટેલ સાથે વાતચિત હજી થઈ નથી. હાર્દિક અને મારા સિવાય કોઈનું નિવેદન અધિકૃત ન ગણવું. સી.કે. પટેલ ભાજપનાં એજન્ટ તરીકે કામ કરે છે. સી. કે. પટેલ હજી સુધી અહીંયા મળવા નથી આવ્યાં. અમારી લડાઈ સમાજનાં હિતમાં છે. સરકાર આમંત્રણ આપે તો અમે ચર્ચા કરવા તૈયાર. ભાજપ સાથે સંકળાયેલા આગેવાનો દ્વારા આંદોલનને ખતમ કરવા પ્રયાસ.

અમારા મુદ્દાઓ સરકાર સ્વીકારે તેવી અમારી માંગ. ધાર્મિક સંસ્થાઓ મધ્યસ્થિ નહીં બને. કોઇ જ ધાર્મિક સંસ્થાઓ વાતચીતમાં નહીં પડે. મનોજ પનારાએ સમાજનાં અગ્રણીઓ પર આક્ષેપ લગાવતા કહ્યું કે, અગ્રણીઓએ અત્યાર સુધી ક્યારેય કોઇ જ યોગ્ય ભૂમિકા ભજવી નથી. અનામત અને દેવા માફી જરૂરથી કરવામાં આવે.

You might also like