મનોજ કુમારને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી નવાજવામાં આવશે

મુંબઇ : પ્રતિષ્ઠિત બોલિવુડ અભઇનેતા મનોજ કુમારને દાદા સાહેબ ફાળકે એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે. 78 વર્ષીય અભિનેતા બોલિવુડનાં અનેક કલાકારો માટે પ્રેરણારૂપ રહ્યા છે. 2015માટે તેમને આ પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરવામાં આવશે. અત્રે નોંધનીય છેકે ભારતીય સિનેમાં ક્ષેત્રે મહત્વપુર્ણ યોગદાન આપનારા લબ્ધપ્રતિષ્ઠિત વ્યક્તિઓને ભારત સરકાર દ્વારા આ એવોર્ડ એનાયત કરવામાં આવતો હોય છે. દેશમાં સિનેમા ક્ષેત્રમાં આપવામાં આવતું આ સર્વોચ્ચ પુરસ્કાર છે.

પુરબ ઓર પશ્ચિમ, ઉપકાર અને ક્રાંતિ જેવી યાદગાર ફિલ્મોમાં દમદાર અભિનય કરવા બદલ મનોજ કુમાર આજે પણ માનસ પટમાં સંઘરાયેલા છે. પોતાની દેશભક્તિની ફિલ્મોનાં કારણે તેનાં પ્રશંકો તેમને મોટા ભાગે ભારત કુમારનનાં નામે જ સંબોધિત કરતા હતા. ફિલ્મઉદ્યોગમાં યોગદાન માટે અભિનેતાને આ પુરસ્કારથી નવાજવામાં આવશે.

જો કે અભિનેતાએ જણાવ્યું કે તેની ઉંમર ઘણી વધારે હોવા છતા પણ તે પોતે જ એવોર્ડ લેવા માટે જશે. 78 વર્ષીય વયોવૃદ્ધ અભિનેતા આ સન્માન મેળવનારી 47મી વ્યક્તિ હશે. ભારતીય સિનેમાનાં સર્વોચ્ચ સન્માનમાં સુવર્ણ કમલ, 10 લાખ રૂપિયા રોકડા અને એક શાલ પુરસ્કારનાં સ્વરૂપે આપવામાં આવશે.

અભિનેતાએ કહ્યું કે આ સન્માનથી તેને નવાજવામાં આવતા તે ચકીત હોવાની સાથે સાથે ખુબ જ ખુશ છે. અત્યાર સુધીમાં મળેલા પુરસ્કારો પૈકી આ મુખ્ય છે. તેમણે કહ્યું કે હું શુક્રવારે બપોરે આરામ કરી રહ્યો હતો ત્યારે અશોક પંડિત તથા મધુર ભંડારકનો ફોન આવ્યો હતો. મને સૌથી પહેલા તેમણે આ ખુશખબર આપ્યા હતા. હું સરકારનો આભાર પ્રકટ કરવા માંગુ છું. તેઓએ મને આ પુરસ્કારને લાયક સમજ્યો. મને આ મેળવ્યા બાદ ખુબ જ આનંદ છે.

You might also like