નોટબંધી બાદ કેટલાક નેતાઓ ભિખારી બની ગયા: મનોહર પર્રિકર

પણજી: કેન્દ્રીય રક્ષા મંત્રી મનોહર પર્રિકરે શનિવારે નોટબંધીને લઇને એક એવું નિવેદન આપી દીધુ છે જેની પર વિવાદ થઇ શકે છે. પર્રિકરએ પોંડામાં એક રેલીને સંબોધિત કરતાં નેતાઓ પર પ્રહાક કર્યા અને કહ્યું કે 500 અને 1000ની જૂની નોટો બંધ થયા બાદ કેટલાક નેતાઓ ભિખારી બની ગયા છે.

મળતી માહિતી અનુસાર રક્ષામંત્રી શનિવારે પોંડા વિધાનસભા ક્ષેત્રમાં વિજય સંકલ્પ રેલીને સંબોધિત કરી રહ્યા હતા. એ દરમિયાન એમણે કહ્યું કે કેટલાક લોકો ગોવાને લૂંટવાનો ધધો ચલાવી રહ્યા હતાં પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એમને ઊંડા જખમ પહોંચાડ્યા છે. તેમના દ્વારા 500 અને 1000 ની જૂની નોટો બંધ થવાની જાહેરાત બાદ કેટલાક રાજનેતાઓ બિકારી બની ગયા છે.

તેમણે દાવો કર્યો કે એક નેતાને તો હાર્ટ એટેક આવી ગયો અને તેમણે સ્પષ્ટીકરણ આપવું પડ્યું કે હાર્ટ એટેકને નોટબંધી સાથે કોઈ લેવા દેવા નથી. પર્રિકરે કહ્યું કે મારા મુખ્યમંત્રી બનતા પહેલા ગોવામાં એક પુલનો ત્રણવાર શિલાન્યાસ થઈ ચૂક્યો છે પરંતુ બન્યો નહીં. તેઓ જ્યારે ગોવાના મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમણે કહ્યું કે આ પુલ છ મહિનામાં બનાવશે જો કે ત્યારે લોકોએ તેમની વાત પર વિશ્વાસ નહતો કર્યો.

You might also like