દુશ્મનને જોતાંની સાથે ઠાર મારો, શહીદ થવાની રાહ ના જુઓ

પણજી: સંરક્ષણ પ્રધાન મનોહર પારિકરે જણાવ્યું છે કે તેમણે દુશ્મનનો સામનો કરવા માટે લશ્કરને છૂટોદોર આપ્યો છે. તેમણે જણાવ્યું હતું કે લશ્કરને કહી દેવામાં આવ્યું છે કે દુશ્મનને દેખો ત્યાં ઠાર કરો, શહીદ થવા સુધી રાહ જોશો નહીં. શત્રુઓ સામે ડિફેન્સિવ થવાની જરૂર નથી. તેમને તાત્કાલિક ગોળી મારી દો, એ માટે શહીદ થવા સુધી રાહ જોવાની જરૂર નથી.

પારિકરે જણાવ્યું હતું કે જ્યારે મેં સંરક્ષણ પ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યો ત્યારે પ્રથમ વાત મેં સૈનિકોને આ જ કરી હતી કે જો તમે કોઈના હાથમાં મશીનગન કે પિસ્તોલ જુઓ તો એવી આશા ના રાખશો કે તે વ્યક્તિ તમને હાય હલો કરશે. તમે શહીદ થાવ તે પહેલાં તેમને જ ખતમ કરી દો. તેમણે આ નિવેદન ગોવામાં ભાજપની એક રેલીમાં કર્યું હતું.

પારિકરે એવો દાવો કર્યો હતો કે કેન્દ્રમાં મોદીની સરકાર સત્તારૂઢ થયા બાદ સેનાનું નૈતિક બળ વધ્યું છે. કાશ્મીરમાં આપણી સેનાઓ આતંકીઓનો મુકાબલો કરી રહી છે. કોંગ્રેસ સરકારે સેનાને એવો આદેશ કર્યો હતો કે જ્યાં સુધી આતંકીઓ ગોળી ચલાવે નહીં ત્યાં સુધી તમારે કોઈ વળતી કાર્યવાહી કરવી નહીં.
visit : www.sambhaavnews.com

You might also like