મેક ઇન ઇન્ડીયા: ભારતમાં F-16,f-18 લડાકૂ વિમાન ડેવલોપ કરી શકે છે અમેરિકા

નવી દિલ્હી: મોદી સરકારની ‘મેક ઇન ઇન્ડીયા’ પ્રોગ્રામ હેઠળ ભારત અને અમેરિકા મળીને એક એફ-16 અને એફ-18 ડીલની દીશામાં આગળ વધી શકે છે. અમેરિકાના રક્ષા મંત્રી એશ કાર્ટર 10-12 એપ્રિલના રોજ ભારતના પ્રવાસે આવશે. રક્ષામંત્રી મનોહર પર્રિકરની સાથે તેમની મુલાકાતમાં આ મુદ્દે ચર્ચા થયા બાદ ભારત આ ડીલને સ્વિકાર કરી શકે છે.

કાર્ટરના ત્રણ દિવસીય પ્રવાસ દરમિયાન ભારત અમેરિકાની સાથે લોજિસ્ટિક સપોર્ટ સિસ્ટમ એગ્રીમેન્ટ (એલએસએ) પર સહી કરી શકે છે. એલએસએના માધ્યમથી અમેરિકી જંગ શિપ્સ અને આર્મી પ્લેટફોર્મ્સ ભારતના ડિફેંસનો ઉપયોગ ઇંઘણ ભરવા અને બીજી મદદ માટે કરી શકે છે. અમેરિકા તરફથી જે ત્રણ કરાર પર ભાર મુકવામાં આવી રહ્યો છે તેમાંથી એક એલએસએ છે.

કાર્ટરના પ્રવાસ દરમિયાન પર્રિકર તેમને કર્ણાટકમાં કરવર નેવી બેસમાં આઇએનએસ વિક્રમાદિત્ય પર લઇ જવાશે. સાથે જ પર્રિકર યૂએસ નેવલ શિપ્સના સાતમા ફ્લીટન યૂએસએસ બ્લૂ રિઝમાં પણ જશે. કહેવામાં આવી રહ્યું છે કે ફ્રાંસની સાથે રાફેલવાળી ડીલ ન થતાં ભારત આ નિર્ણય લઇ શકે છે. બોઇંગ અને લોકહીડ માર્ટિન જેવા પ્લેન બનાવનાર મોટી કંપની પણ ભારતમાં પ્રેજેંટેશન આપી શકે છે.

You might also like