ક્ષેત્રીય ભાષા-બોલીમાં સાંભળી શકાશે PMના ‘મન કી વાત’

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘મન કી વાત’ હવે તમે ક્ષેત્રીય ભાષામાં અને સ્થાનીક બોલીમાં સાંભળી શકશો. મન કી બાત કાર્યક્રમને વધારેને વધારે લોકો સુધી પહોંચાડવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. સૂચના તેમજ પ્રસાર મંત્રાલયતેની પહેલ શરૂ કરી દીધી છે. કેન્દ્રીય મંત્રી વૈક્યા નાયડુએ ડિસેમ્બર 2016માં સ્ટેટ ઇન્ફોર્મેશન મિનિસ્ટર્સ સાથે કોન્ફરન્સમાં આ અંગે નિર્ણય કર્યો છે. સરકારના મહત્વપૂર્ણ પગલાં અને પીએમના મન કી બાતને વધારેને વધારે લોકો સુધી પહોંચાડવામાં આવે.

આ અંગે એક ઉચ્ચ અધિકારીએ માહિતી આપી છે કે આ વાત ત્યારે નક્કી કરવામાં આવી જ્યારે મન કી બાત વધારેને વધારે લોકો સુધી ક્ષેત્રીય તેમજ પ્રાદેશ ભાષામાં પહોંચાડી શકાય. આ માટે તેનું અનુવાદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. તેમણે જણાવ્યું કે દેશમાં એવા લોકો પણ મોટી સંખ્યામાં છે જેને હીંદી અને અંગ્રેજી ભાષાની સમજ નથી. ઝારખંડ, હરિયાણા, છત્તીસગઠમાં ક્ષેત્રીય ભાષાઓમાં મનની વાત શરૂ કરવામાં આવશે. જ્યારે અન્ય રાજ્યોમાં બાદમાં આમ કરવામાં આવશે. જો કે મન કી બાતના જૂના સંસ્કરણ ક્ષેત્રીય ભાષામાં નહીં સાંભળી શકાય. મંત્રલાયે માહિતી આપી છે કે રાજ્ય સરકાર પીએમના મન કી બાત મોડલને આધાર પર પોતાનું રાજ્ય પ્રસારણ શરૂ કરે. જે રીતે પીએમ મોદી મન કી બાતમાં કેન્દ્ર સરકારના કાર્યક્રમો અને ઉપલબ્ધીઓ અંગે જણાવે છે. જેવી જ રીતે રાજ્યોના સીએમએ ‘સીએમ કી બાત’ કાર્યક્રમ શરૂ કરી રાજ્યની ઉપલબ્ઘિઓ અંગે જનતાને માહિતી આપવી જોઇએ.

http://sambhaavnews.com/

You might also like