દેશમાંથી અનામત ખતમ થવી જોઇએ : મનમોહન વૈદ્ય

જયપુર : યૂપી સહિત 5 રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા RSSએ અનામત પર મોટુ નિવેદન આપ્યું છે. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ મનમોહન વૈદ્યે અનામત ખતમ કરવા માટેની વાત કરી હતી. આરજેડી સુપ્રીમો લાલુ યાદવે વૈદ્યની ટીપ્પણી અંગે આકરી પ્રતિક્રિયા આપી હતી. લાલુએ કહ્યું કે અનામતનો અધિકાર છીનવવાની કોઇની તાકાત નથી. લાલુએ કહ્યું કે લાગે છે ભાજપે બિહાર ચૂંટણીમાંથી કોઇ સબક નથી લીધું.

શુક્રવારે જયપુર લિટરેચર ફેસ્ટિવલમાં વૈદ્યે કહ્યું કે અનામત ખતમ કરીને એવી વ્યવસ્થા લાવવાની જરૂર છે કે જેનાથી તમામને સમાન તક મળે અને શિક્ષણ મળે. તેમણે કહ્યું કે લાંબો સમય સુધી અનામત રહેશે તો તે અલગતાવાદ પેદા કરશે. સંધ પ્રચારકે કહ્યું કે કોઇ પણ રાષ્ટ્રમાંહંમેશા માટે અનામત વ્યવસ્થા રહે તે સારી બાબત નથી. તમામને સમાન અવસર અને શિક્ષણ મળવું જોઇએ. જો કે વૈદ્યે સાથે ઉમેર્યું કે જ્યા સુધી સમાજમાં ભેદભાવ રહેશે અને ત્યા સુધી તમામને સમાન અવસર ન મળ્યા ત્યા સુધી અનામત રહેવું જોઇએ.

સંઘની આ ટીપ્પણીથી ભડકેલા લાલુએ ટ્વિટ કરીને સંઘ અને વડાપ્રધાન પર હૂમલો કર્યો હતો. લાલુએ કહ્યું કે અનામત સંવિધાન દ્વારા અપાયેલો અધિકાર છે. RSS જેવા જાતીવાદી સંગઠનોની ખેરાત નથી. આ પાછુ ખેંચવાની વાત કરનારા લોકોને ઔકાતમાં લાવવા માટા વર્ગોમાં આવે છે.

You might also like