ડો. મનમોહન સિંહ કાલે અમદાવાદમાં વેપાર-ઉદ્યોગના પ્રતિનિધિઓને સંબોધશે

અમદાવાદ: આવતી કાલે પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહ ગુજરાતની મુલાકાતે છે. નોટબંધી, જીએસટીના મુદ્દે ભાજપને ઘેરવા માટે કોંગ્રેસ વિધાનસભા ચૂંટણીના પ્રચાર રણમેદાનમાં દિગ્ગજોને ઉતારી રહી છે. આવતી કાલે મનમોહનસિંહ સવારે ૧૧-૩૦ કલાકે રાજ્યના વેપારીઓ અને ઉદ્યોગને શહેરના સરદાર પટેલ સ્મારક ભવન ખાતે સંબોધન કરશે.

માત્ર અમદાવાદના જ નહીં પરંતુ રાજ્યભરમાંથી ખુદ વેપારીઓ ઉદ્યોગકારો એજ કોંગ્રેસના નેતાઓ સાથે જીએસટીના મુદ્દે ચર્ચા કરવા ઇચ્છા વ્યક્ત કરી હોવાનું કોંગ્રેસનાં સૂત્રો જણાવે છે. શહેરી વિસ્તારોમાં ભાજપના દબદબો રહ્યો છે ત્યારે કોંગ્રેસ હવે જીએસટીના મુદ્દે શહેરી મત વિસ્તારોમાં ઉઠાવી રહી છે. પૂર્વ કેન્દ્રીય નાણાપ્રધાન પી.ચિદમ્બરમ્ સુરત, જયરામ રમેશ વડોદરા વગેરે જીએસટીના મુદ્દે વેપારીઓ સાથે ચર્ચા કરશે. જીએસટી અને નોટબંધી લાગુ કરીને વર્તમાન સરકારે શું ભૂલ કરી છે તે વેપારીઓ ઉદ્યોગકારો અને ઉચ્ચ વર્ગમાં પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન હાથ ધરશે.

૧૮ અને ૧૯ નવેમ્બર દરમિયાન કોંગ્રેસના સિનિયર નેતા શશિ થરૂર પણ ગુજરાતની મુલાકાતે છે. કોંગ્રેસમાં સામાન્ય છે રીતે ઉમેદવારો પાસે તેમના વિસ્તારમાં પ્રચાર માટે ડિમાન્ડ પુછાય છે આ વખતે રાહુલ ગાંધીની ટીમ દ્વારા તમામ નેતાઓના વિસ્તારો અને સભાનું આયોજન કરાયું છે જેમાં જીએસટી અને નોટબંધી મુખ્ય મુદ્દો રહેશે.

You might also like