‘મને બોલવાની સલાહ આપતા મોદી આજે ખુદ અમલ કરે’: મનમોહન સિંહ

કઠુઆ અને ઉન્નાવ દુષ્કર્મ કેસમાં હવે પ્રધાનમંત્રી મોદીને પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે આડેહાથ લીધા છે. મનમોહન સિંહે કહ્યુ કે, ”PM મોદીએ મને સલાહ આપી હતી, હવે તેઓ તેના પર અમલ કરે અને આ મામલા કંઇક બોલે.”

એક પ્રખ્યાત સમાચારપત્રની સાથે કરેલી વાતચીતમાં ડૉ. મનમોહન સિંહે કહ્યુ કે, ”મને ખુશી છે કે નરેન્દ્ર મોદીએ આખરે આ બન્ને ઘટનાઓ પર ચુપકીદી તોડી અને કહ્યું કે ભારતની દીકરીઓને ન્યાય મળશે અને ગુનેગારોને છોડવામાં નહી આવે.”

મનમોહન સિંહને જ્યારે પૂછવામાં આવ્યુ જ્યારે ભાજપ તેમનો મજાક બનાવતા તેમણે ‘મૌન મોહન સિંહ’ કહેતી હતી, તો પૂર્વ પ્રધાનમંત્રીએ કહ્યુ કે, તેમને આવા નિવેદનોની આદત છે અને આખું જીવન આવી કમેન્ટ્સ સાંભળી છે.”

તેમણે આગળ કહ્યું કે, પરંતુ મને લાગે છે કે પ્રધાનમંત્રી મોદીએ પોતાની જ વધારે બોલવાની સલાહનું પાલન કરવું જોઈએ, જે તે મને આપતા હતા. પ્રેસના માધ્યમથી મને ખબર પડી કે તે મારા ઓછું બોલવાની ટીકા કરતા હતા.”

મનમોહન સિંહે આગળ જણાવ્યું કે, ”પ્રધાનમંત્રી મોદીએ બોલવામાં મોડું કર્યું, આનાથી લોકોને વિચારવાનો મોકો મળ્યો કે આ કેસમાં દોષી બચી શકે છે. મને લાગે છે કે જે સત્તામાં છે તેમણે સમય પર બોલવું જોઈએ. UPA શાસનકાળમાં ભારતીય જનતા પાર્ટી મનમોહન સિંહ પર ના બોલવા માટે પ્રહાર કરવાની કોઈ તક નહોતી છોડતી.”

મનમોહન સિંહે કહ્યુ કે, દિલ્હીમાં 2012માં થયેલા ગેંગરેપની ઘટના પછી કોંગ્રેસ પાર્ટી અને તેમની સરકાર દ્વારા જરૂરી પગલા લેવામાં આવ્યા હતા અને દુષ્કર્મના મામલાને લઇને કાયદામાં બદલાવ કરવામાં આવ્યો હતા.

મનમોહન સિંહે આગળ કહ્યુ કે, ”કઠુઆ મામલામાં જમ્મૂ-કાશ્મીરના CM મહબૂબા મૂફ્તીએ વધારે ગંભીરતાથી લેવો જોઇએ. તેમણે શરૂઆતથી આ મામલા પર ધ્યાન આપવું જોઇએ. બની શકે તેમના પર સહયોગી દળ ભાજપનું દબાણ રહ્યુ હોય, ખાસ કરીને જ્યારે ભાજપના 2 મંત્રી દુષ્કર્મના આરોપીઓના સમર્થનમાં આવી ગયા હતા.” આ સાથે જ ભાજપની સરકાર કાયદા અને વ્યવસ્થા, ખાસ કરીને મહિલાઓની સુરક્ષા, મુસ્લિમોની હત્યા અને દલિતોની ઉત્પીડનને લઇને કંઇ નથી કરી રહી તેવા પણ આક્ષેપ લગાવ્યા હતા.

You might also like