બુટલેગરના પુત્ર પર ફાય‌િરંગ કરનાર મનીષ અને અજ્જુ તમંચા સાથે પકડાયા

અમદાવાદ: શહેરના સરદારનગર વિસ્તારમાં કુખ્યાત બુટલેગર રાજુ ગેંડીના પુત્ર ર‌િવ પર થયેલા ગોળીબારના મામલે ક્રાઇમ બ્રાંચે દાસ્તાન સર્કલ પાસેથી બુટલેગર મનીષ ઉર્ફે બીડી લદાની અને અજ્જુ ઉર્ફે ચોર રાઘાણી નામના બે શખ્સની એક દેશી તમંચા અને ચાર જીવતા કારતૂસ સાથે ધરપકડ કરી છે.

સરદારનગર વિસ્તારમાં હોલસેલ દારૂનો ધંધો કરતા રાજુ ઉર્ફે ગેંડી ક્રિશ્નાનીના પુત્ર ર‌િવની થોડાક દિવસ પહેલાં અજ્જુ ઉર્ફે ચોર નામની વ્યકિત સાથે બોલાચાલી થઇ હતી. ર‌િવ કુબેરનગરમાં નોનવેજની હોટલ પાસે બેઠો હતો ત્યારે અજ્જુ પણ તે હોટલની નજીક બેઠો હતો.

બન્ને વચ્ચે સામાન્ય બાબતે બાલાચાલી થઇ હતી, જેની અદાવત રાખીને અજ્જુએ ર‌િવના મોઢા પર ફેંટો મારી હતી. ત્યારબાદ અજ્જુએ ર‌િવ પાસેથી દસ લાખ રૂપિયાની ખંડણી માગી હતી જ્યારે તેના પર ફાય‌િરંગ કરવાની પણ ધમકી આપી હતી. અજ્જુ સાથે કુબેરનગરની બિસ્કિટ ગલીમાં રહેતા અને દારૂના ધંધામાં સંડોવાયેલા મનીષ ઉર્ફે બીડીએ પણ રાજુ ગેંડીને બીભત્સ ગાળો આપી હતી અને મારી નાખવાની ધમકી આપી હતી.

સોમવારે મોડી રાતે ર‌િવ તેના મિત્રો સાથે સરદારનગર વિસ્તારમાં બેઠો હતો ત્યારે મનીષ અને અજ્જુ કાર લઇને આવ્યા હતા. જ્યાં ચાલુ કારમાં મનીષે તેની પાસે રહેલી રિવોલ્વર કાઢીને ર‌િવ પર ફાય‌િરંગ કર્યું હતું.

You might also like