મોદી પાક.મા ચૂંટણી લડવાના હોય તેવા લાડ લડાવે છે :કોંગ્રેસ

નવી દિલ્હી : ઉરી હૂમલા બાદ વડાપ્રધાન મોદીના કોઝીકોડમાં અપાયેલા ભાષણ પર કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા હતા. કોંગ્રેસ પ્રવક્તા મનીષ તિવારીએ રવિવારે કહ્યું કે પાકિસ્તાન માટે સરકાર પાસે કોઇ નીતી નથી. તિવારીએ કેન્દ્રની એનડીએ સરકારને અત્યાર સુધીની સૌથી નબળી સરકાર ગણાવી હતી.

તિવારીએ કહ્યું કે, કોંગ્રેસ આતંકવાદની વિરુદ્ધ છે પરંતુ સરકાર સતત ભુલ કરી રહી છે અને વિપક્ષી દળ હોવાનાં કારણે અમારી જવાબદારી છે કે અમે સરકારની નિષ્ફળતાઓને લોકો સામે મુકીએ. વડાપ્રધાનનાં ભાષણ પર ટોણો આપતા કહ્યું કે પાકિસ્તાનને મૂંહતોડ જવાબ આપવાના બદલે વડાપ્રધાન પાકિસ્તાનનાં લોકોને સલાહો આપી રહ્યા છે. લાગે છે કે આગામી ચૂંટણી તેઓ પાકિસ્તાનમાં લડવાનાં છે.

પાકિસ્તાનનાં મુદ્દે સરકારની નીતી અંગે સવાલ ઉઠાવતા તિવારીએ કહ્યું કે સરકારની પાસે પાકિસ્તાનને પહોંચવા માટે કોઇ નીતી જ નથી. તેમણે કહ્યું કે સરકાર પાસે પાકિસ્તાનન માટે એક સ્પષ્ટ નીતી હોવી જોઇએ. જેમાં યુ ટર્નની કોઇ ગુજાઇશ ન હયો. સરકારની વિરુદ્ધ બોલનારાઓને હાલનાં દિવસોમાં દેશદ્રોહી કહેવામાં આવતા છે અમે તેનો વિરોધ કરે છે. આ દેશની સત્તામાં આવેલી સૌથી નબળી સરકાર છે. ઉપરાંત મનીષ તિવારીએ કહ્યું કે અત્યાર સુધીમાં કાર્યકાળમાં એનડીએ સરકારે માત્ર દેશના સમાજીક તાણાવાણા તોડવાનું કામ કર્યું છે.

You might also like