શું મુસ્લિમ પર્સનલ લો બંધારણથી ઉપર છે? મનીષ તિવારીનો સવાલ

નવી દિલ્હી: કોંગ્રેસના પ્રવકતા અને વરિષ્ઠ નેતા મનીષ તિવારીએ ટ્વિટર દ્વારા ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડને (એઆઇએમપીએલબી) વેધક સવાલ કર્યો છે. એઆઇએમપીએલબીએ એવો દાવો કર્યો હતો કે મુસ્લિમ પર્સનલ લો સુપ્રીમ કોર્ટના દાયરાની બહાર છે. તેમણે જણાવ્યું હતું કે તેના નિયમો કુરાન આધારિત છે. મનીષ તિવારીએ ટિ્વટ કરીને સવાલ કર્યો છે કે ત્રણ વાર તલ્લાકની મંજૂરી આપતો મોહમડન લો શું ભારતીય બંધારણની ઉપર છે? શું મુસ્લિમ મહિલાઓનું એક તરફી તલ્લાકમાં રક્ષણ કરવું જોઇએ નહીં?

મનીષ તિવારીએ જણાવ્યું હતું કે ભારતીય બંધારણના અનુુચ્છેદ રપ અને ર૬માં આપવામાં આવેલી ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર હકીકતોને છુપાવીને પતનકારક પ્રથાઓનું ઔચિત્ય પુરવાર કરવાનું માધ્યમ બની ગયું છે. જોકે મનીષ તિવારીએ ટ્વિટર દ્વારા આ નિવેદન કર્યા બાદ તેમાં વધુ કંઇ કહેવાનું ટાળ્યું હતું.

You might also like