16 વર્ષ બાદ અનશન અંત: મણિપુરની CM બનવા માંગુ છું: ઇરોમ શર્મિલા

ઇંફાલ: 16 વર્ષનો લાંબી રાહનો અંત આવી ગયો. ઇરોમ શર્મિલા ચાનૂએ આજે AFSPA વિરૂદ્ધ પોતાની ભૂખ હડતાળ ખતમ કરી દીધી. 5 નવેમ્બર 2000ના રોજ તે અંતિમ દિવસ હતો જ્યારે ઇરોમે ભોજનનો સ્વાદ ચાખ્યો હતો. ઇંફાલના માલોમ ગામમાં 10 લોકોના મૃત્યું બાદ ઇરોમે ત્યાં સુધી ન જમવાના સોગંધ ખાતા હતા જ્યાં સુધી આ કાયદો ખતમ કરવામાં ન આવે.

44 વર્ષીય શર્મિલાએ આજે સ્થાનિક કોર્ટમાં પોતાના ઉપવાસ ખતમ કરી દીધા. આજે તેમને ન્યાયિક મેજિસ્ટ્રેટની સમક્ષ રજૂ કરવામાં આવ્યા અને અનશન તોડતાં જ તેમને ન્યાયિક કસ્ટડીમાંથી મુક્ત કરી દેવામાં આવ્યા.

અનશન તોડ્યા બાદ તાત્કાલિક ઇરોમે કહ્યું કે હું મણિપુરની સીએમ બનવા માંગુ છું. જેથી પરિવર્તન આવી શકે. મારી શિક્ષણ ખૂબ ઓછું છે પરંતુ હું સકારાત્મક પરિવર્તન માટે કામ કરીશ. મારું પહેલું કામ AFPSA ને હટાવવાનું હશે. હું મારી માતાને ત્યારે જ જોઇશ જ્યારે મને મારી મંજિલ મળી જશે. મને કોઇપણ પ્રકારની સુરક્ષાની જરૂર નથી.


અનશન ખતમ કરવાની સાથે જ ઇરોમે લગ્ન કરવા અને રાજકારણમાં આવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ત્યારબાદ એક સંગઠને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ પહેલાં તેમણે કહ્યું હતું કે તે નવ ઓગસ્ટના રોજ પોતાની ભૂખ હડતાળ કરી દેશે અને મણિપુરમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે. તેમણે કહ્યું કે તે લગ્ન કરવા જઇ રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે 42 વર્ષની ઇરોમે ગત 16 વર્ષોથી કશું જ ખાધુ નથી અને પીધું નથી. તેમને નાકથી ખોરાક આપવામાં આવી રહ્યો છે. ઇરોમે નવેમ્બર, 2000માં સુરક્ષાબળોના હાથે 10 નાગરિકોના મોત બાદ આફ્સ્પા હટાવવાની માંગ કરતાં ભૂખ હડતાળ શરૂ કરી હતી. ભૂખ હડતાળ પર બેઠ્યાના ત્રણ દિવસ બાદ જ તેમને મણિપુર સરકારે આત્મહત્યાનો પ્રયત્ન કરવાના આરોપમાં ધરપકડક કરી લીધી હતી.

You might also like