મણિપુરની સરિતા બની ‘વુમન ઓફ ઇન્ડિયા’

ઇન્દોરઃ મણિપુરની ટી. સરિતાએ અહીં પહેલી વાર યોજાયેલી રાષ્ટ્રીય સિનિયર, જુનિયર, માસ્ટર્સ અને વિકલાંગ બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશિપમાં મહિલા વર્ગનો ખિતાબ જીતી લીધો છે. મધ્ય પ્રદેશનાે દીપાંકર સરકાર ૬૦ કિગ્રાથી વધુ વર્ગમાં વિજેતા બન્યો.

ભારતીય બોડી બિલ્ડર્સ ફેડરેશન અને મધ્ય પ્રદેશ એસોસિયેશનના સંયુક્ત ઉપક્રમે આયોજિત સ્પર્ધામાં મહિલા વર્ગમાં બીજું સ્થાન મહારાષ્ટ્રની કાંચી અડવાણી, જ્યારે ત્રીજું સ્થાન મણિપુરની વેંગખેમ જમુનાને મળ્યું. મહારાષ્ટ્રની લીલી ફડનીસ ચોથા તથા મણિપુરની સંગજમ લીના પાંચમા સ્થાને રહી હતી. ફિઝિક સ્પોર્ટ્સમાં મહારાષ્ટ્રની શ્વેતા રાઠોડ વિજેતા રહી હતી. તે છેલ્લી બે સિઝનના ખિતાબ જીતી જ ચૂકી હતી, આ તેની હેટ્રિક છે. ઉત્તર પ્રદેશની સંજુ બીજા અને પશ્ચિમ બંગાળની સોનિયા મિત્રા ત્રીજા સ્થાને રહી.

http://sambhaavnews.com/

You might also like