મણિપુરમાં 4 મહિના જૂની આર્થિક નાકાબંદી પૂર્ણ

નવી દિલ્હીઃ મણિપુરમાં હજી તો હમણાં જ બીજેપીની સરકાર બની છે. ત્યારે ભાજપ સરકારે બહુમતની પરિક્ષામાં પાસ થવું પડશે. જો કે તેના પહેલાં રાજ્યમાં ચાર મહિનાથી ચાલી આવનાર અગ્નિપરીક્ષા પૂર્ણ થઇ ગઇ છે. યૂનાઇટેડ નગા કાઉંસિલે ગત રાત્રે મણિપુરમાં આર્થિક નાકાબંદી પૂર્ણ કરી છે. આ નિર્ણય કેન્દ્ર સરકાર, રાજ્યસરકાર અને નગા સંગઠનો વચ્ચે લાંબી વાતચીત બાદ લેવામાં આવ્યો છે.

રવિવારે વાતચીત પૂર્ણ થયા બાદ તમામ પક્ષોએ સંયુક્ત નિવેદન બહાર પાડ્યું છે. નિવેદન પ્રમાણે યૂએનસીના ઘરપકડ કરવામાં આવેલા નેતા કોઇ પણ શરત વગર મુક્ત કરવામાં આવશે અને નાગા કાર્યકર્તાઓ પર ચલાવવામાં આવી રહેલા કેસો પરત લેવામાં આવશે. નિવેદન પર કેન્દ્રિય ગૃહમંત્રાલયે સંયુક્ત સચિવ સત્યેન્દ્ર ગર્ગ, મણિપુરના અગ્રગણ્ય મુખ્ય સચિવ જે. સુરેશ બાબુ, રાધાકુમાર સિંહ, યૂઇનસીના મહાસચિવ એસ. મિલન અને ઓn નગા સ્ટૂડેન્ટ્સ એસોશિયેશનના અધ્યક્ષ સેઠ શતસંગે હસ્તાક્ષર કર્યા છે.

આ પહેલાં 7 ફેબ્રુઆરી આ રીતની વાતચીત કોઇ પણ પ્રકારના નિર્ણય લીધા વગર પૂર્ણ થઇ હતી. નાકાબંદી પૂર્ણ થવા પર મુખ્યમંત્રી બીરેન સિંહને ખુશી વ્યક્ત કરી છે. ઉલ્લેખનિય છે કે નાગા સંગઠનોએ 1 નવેમ્બર 2016માં રાષ્ટ્રીય રાજમાર્ગ 2 અને 37 જામ કર્યો હતો. આ સંગઠન મણિપુરમાં નાગા વસ્તી ધરાવતા વિસ્તારોમાં 7 નવા જિલ્લા બનાવવા અંગે વિરોધ કરી રહ્યું હતું. આ નિર્ણય ઇબોબી સિંહની આગેવાની ધરાવતી કોંગ્રેસ સરકારે લીધો હતો. આર્થિક નાકાબંદીના પગલે મણિપુરમાં જરૂરિયાતની વસ્તુઓ માટે મુશ્કેલી પડી રહી હતી.

http://sambhaavnews.com/

You might also like