મણિપુરમાં પહેલી વખત BJPની સરકાર, એન બીરેન સિંહે લીધા શપથ

ઇંફાલઃ પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં આજે પહેલી વખત બીજેપીની સરકાર બની રહી છે. એન બીરેન સિંહ રાજ્યના પહેલા બીજેપી સીએમ બન્યા છે. 60માંથી 21 સીટો પર જીતીને બીજેપીએ મણિપુરમાં એનપીએફ અને અન્ય દળના સહયોગથી સરકાર બનાવી છે. એનપીપીના નેતા વાય જયકુમારને ઉપ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે.  શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા માટે બીજેપી અધ્યક્ષ અમિત શાહ, સંગઠન મંત્રી રામ લાલ અને વૈક્યા નાયડૂની ફ્લાઇટમાં તકનીકી ગરબળ થતા આગરાથી દિલ્હી પરત ફરી છે. જ્યારે પ્રકાશ જાવડેકર પહેલેથી જ ઇંફાલમાં હોવાથી તેઓએ હાજરી આપી છે.

60 સીટો વાળી મણિપુરમાં બહુમતી માટે 31 સીટોની જરૂર હોય છે. બીજેપીને 21 સીટો પર વિજય પ્રાપ્ત થયો હતો. જ્યારે તેમને પાસ નાગા પીપુલ્સ ફ્રંટના 4 ધારાસભ્યોનું સમર્થન પ્રાપ્ત થયું છે. આ સીવાય નેશનલ પીપુલ્સ પાર્ટીના 4 ધારાસભ્યોએ સમર્થ આપ્યું છે. આ સાથે જ લોક જનશક્તિ પાર્ટી, ટીએમસીના 1-1 ધારાસભ્યોએ ટેકો આપ્યો છે. જ્યારે કોંગ્રેસના એક ધારાસભ્યે પણ ભાજપને સમર્થન આપ્યું છે.

http://sambhaavnews.com/

You might also like