અમદાવાદને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભેટ, મણીનગર બનશે દેશનું પ્રથમ મહિલા રેલ્વે સ્ટેશન

અમદાવાદઃ શહેરમાં વિવિધ જગ્યાએ અનોખી રીતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આજે જન્મેલી બાળકીને સરકાર દ્વારા ચાંદીનો સિક્કો ભેટ આપવામાં આવ્યો હતો. જ્યારે બીજી બાજુ શહેરમાં મણિનગર રેલ્વે સ્ટેશન દેશનું પ્રથમ મહિલા રેલવે સ્ટેશન બનશે તેવું ડીઆરએમએ જણાવ્યુ હતું.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મણિનગર રેલ્વે સ્ટેશન ઉપર પશ્ચિમ રેલ્વે દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. જેમાં 36 મહિલા કર્મચારીની નિમણૂંક કરવામાં આવી છે. જેમાં 9 અનામત સ્ટાફ, 10 વર્કિંગ સ્ટાફ, 4 મહિલા ટિકિટ ચેકર, 10 આર.પી.એફ મહિલા જવાનનો સમાવેશ થાય છે. જો કે આ નુસખો પ્રથમ વાર ગુજરાતમાં અપનાવવામાં આવ્યો છે.

અમદાવાદમાં ઠેર-ઠેર મહિલા દિન અનોખી ઉજવણી
મણીનગર દેશનું પ્રથમ મહિલા રેલ્વે સ્ટેશન બનશે
દરેક જગ્યાએ મહિલા કર્મચારીની કરાશે ભરતી
સરકાર દ્વારા ચાંદીનો સિક્કો, મમતા કિટ અપાઇ ભેટ
મહિલા શક્તિનાં સદઉપયોગની સર્વત્ર પહેલ

You might also like