મણિનગરના રેસ્ટોરાંમાં આગ લાગતાં દોડધામ

અમદાવાદ: મણિનગર વિસ્તારમાં આવેલ એક રેસ્ટોરાંમાં આગ લાગતાં ભારે દોડધામ મચી ગઇ હતી. જોકે આ ઘટનામાં કોઇ જાનહાની કે ઇજા થવા પામી નથી.
ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર આ અંગેની વિગત એવી છે કે મણિનગર વિસ્તારમાં જવાહર ચોક પાસે આવેલ ટોપાઝ રેસ્ટોરાંમાં આજે સવારે ૭-૦૦ વાગ્યાના સુમારે અચાનક આગ લાગતાં રેસ્ટોરાંના કર્મચારીઓએ દોડધામ કરી મૂકતાં ભયની લાગણી પ્રસરી હતી. બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડે સાધન સામગ્રી સાથે તાત્કાલિક પહોંચી જઇ આગ વધુ વિસ્તરે તે પહેલાં જ અંકુશમાં લીધી હતી.
આગમાં થયેલ નુકસાન અંગે જાણવા મળ્યું નથી. આ આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે.

You might also like