મણિનગરમાં ચાલવા માટે નીકળેલાં દંપતી પાસેથી પર્સની ચીલઝડપ

અમદાવાદ: શહેરના મણિનગર વિસ્તારમાં મહિલાના હાથમાંથી પર્સની ચીલઝડપ કરીને અજાણ્યો બાઇક ચાલક ફરાર થઇ ગયો છે. મહિલા અને તેમના પતિ મોડી રાતે ચાલવા માટે નીકળ્યાં હતાં તે સમયે પુરઝડપે આવેલા બાઇક ચાલકે ગણતરીની સેકન્ડોમાં પર્સ ઝુંટવી લીધું હતું.

મણિનગર વિસ્તારમાં આવેલ ગોપાલ ટાવરમાં રહેતા નેહાબેન પ્રદીપભાઇ ચેલાણીએ મણિનગર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા બાઇક ચલાક વિરુદ્ધ ફરિયાદ કરી છે. બે દિવસ પહેલા ંમોડી રાતે 11 વાગ્યાની આસપાસ નેહાબહેન અને તેમના પતિ પ્રદીપ મણિનગર રેલવે સ્ટેશન તરફ ચાલવા માટે નીકળ્યા હતાં. રેલવે સ્ટેશનથી પરત ઘર તરફ જઇ રહ્યાં હતાં તે સમયે સત્યમ ટાવર પાસે બાઇક પર આવેલાે એક યુવક નેહાબહેનના હાથમાંથી પર્સની ચીલઝડપ કરીને ફરાર થઇ ગયો હતો.

નેહાબહેનના પર્સમાં 5 હજાર રૂપિયા, અસલ પાનકાર્ડ, આધારકાર્ડ, ડેબિટ કાર્ડ હતું. મણિનગર પોલીસ બાઇક ચાલક વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. ત્યારે આરોપીને પકડવા માટે રેલવે સ્ટેશન તેમજ મણિનગર બસસ્ટેન્ડ પાસે લગાવેલ સીસીટીવી કેમેરામાંથી ફૂટેજ લેવા માટે તજવીજ શરૂ કરી છે.
http://sambhaavnews.com/

You might also like