રમત માટે મૉડલિંગ છોડ્યું, CWGમાં ભારતને અપાવ્યા 4 મેડલ

ઑસ્ટ્રેલિયાના ગોલ્ડ કૉસ્ટમાં આયોજિત 21માં કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ખિલાડીઓએ શાનદાર પરફૉર્મન્સ કર્યુ. પરંતુ એક એવી ખિલાડી રહી જેણે કૉમનવેલ્થમાં ન તો માત્ર ઇતિહાસ રચવાની સાથે સાથે ભારતને ચાર મેડલ પણ અપાવ્યા. જી હા, અહીંયા વાત કરવામાં આવી રહી છે, ભારતીય ટેબલ ટેનિસ મનિકા બત્રા વિશે.. દિલ્હીની મનિકાએ આ ટૂર્નામેન્ટમાં ભારતને 2 ગોલ્ડ, 1 સિલ્વર અને 1 બ્રોન્ઝ સહિત કુલ 4 મેડલ અપાવ્યા છે.

મનિકાએ વિમેન્ટ ટીમ અને સિંગલ્સમાં, વીમેન્સ ડબલ્સમાં મોમી દાસ સાથે મળીને સિલ્વર મેડલ તેમજ સાથિયાન સાથે મળીને મિક્સ્ડ ડબલ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યા છે.

મનિકાએ રિયો ઓલ્મપિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ હતુ. 22 વર્ષીય મનિકાએ પહેલીવાર 15 વર્ષની ઉંમરે ઈન્ટરનેશનલ લેવલની સ્પર્ધામાં ભારતને બ્રોન્ઝ મેડલ જીતાડ્યો હતો. ગોલ્ડ મેડલ જીત્યા પછી મનિકાએ જણાવ્યું કે આ ગેમ માટે તેણે કોલેજ અને મોડલિંગ છોડી દીધુ હતું. મનિકાએ 12મા ધોરણ પછી દિલ્હી યૂનિવર્સિટીમાં એડમિશન તો લીધું પણ ગેમ પર ફોકસ કરવાને કારણે મહિનામાં એક જ વાર કોલેજ જતી હતી. અમુક વાર તો તે માત્ર પરીક્ષા આપવા માટે જ કોલેજ જઈ શકતી હતી. જ્યારે તેને લાગ્યું કે તે ફોકસ નથી કરી શકતી તો તેણે રેગ્યુલર કોલેજ છોડીને ઓપન સ્કૂલમાં ભણવાનો નિર્ણય લીધો.

મનિકાએ પોતાના ભાઇઓને જોઇને ટેબલ ટેનિસ રમવાનું શરૂ કર્યુ હતુ. ટૂંક સમયમાં જ તે શહેરની સારી ખિલાડી બની ગઇ, જે પછી તેણે રાજ્ય તરફથી રમવાનું શરૂ કર્યુ. પહેલી વખત 15 વર્ષની ઉંમરમાં તેણે ઇન્ટરનેશનલ લેવલ પર ભારતને સિલ્વર મેડલ અપવાવ્યો હતો. ટેબલ ટેનિસ માટેનું તેનું પેશન જોઇને તેણે પોતાની સ્કૂલ બદલી નાખી. મનિકા બત્રાએ 2014ના કૉમનવેલ્થ ગેમ્સમાં ભાગ લીધો હતો જ્યાં તે ક્વાટરફાઇનલમાં પહોંચી હતી.

You might also like