ચૂંટણી ટાણે નાણાંની હેરફેર: માંગરોળ-કેશોદ ચોકડી નજીકથી પોલીસે રૂ.રપ લાખની રોકડ કબજે કરી

અમદાવાદ: માંગરોળ, કેશોદ ચોકડી નજીકથી પોલીસે એક કારમાંથી રૂ.રપ લાખની રોકડ રકમ કબજે કરી હોવાનું જાણવા મળે છે.  આગામી વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજ્યમાં થતી નાણાંની હેરફેર રોકડા ઠેર ઠેર વાહનચેકિંગ શરૂ કરાયું છે.

માંગરોળ-કેશોદ ચોકડી નજીક પોલીસે એક કાર રોકી ઝડતી કરતાં તેમાંથી રૂ.રપ લાખની રકમ ભરેલો કોથળો મળી આવ્યો હતો. કારચાલક અભય પરબતભાઇ બારડની પોલીસે પૂછપરછ કરતા તેને આ નાણાં વેરાવળની બેંકમાંથી ઉપાડ્યા હોવાનું જણાવ્યું હતું પરંતુ આધાર પુરાવા ન હોવાથી નાણા કબજે લેવાયા છે.

You might also like