મેંગો પુડિંગ

સામગ્રી : મેંગો પલ્પ ૧૪૦ ગ્રામ, અગર અગર ૦૩ ગ્રામ, વેજિટેરિયન જિલેટીન, ખાંડ ૧૨ ગ્રામ, દૂધ ૫૦ મિ.લી., ફ્રેશ ક્રીમ ૫૦ મિ.લી., અાઈસક્યુબ ૫૦ ગ્રામ, વ્હીપ ક્રીમ ૨૫ ગ્રામ, પાણી ૨૫ મિ.લી.

રીત : અેક સ્વચ્છ પૅનમાં મગો પલ્પ, દૂધ, ક્રીમ અને ખાંડનું મિશ્રણ કરીને ઉકાળો. જ્યારે અા મિશ્રણ ઊકળે ત્યારે તેમાં અગર અગર નાખી અાંચ બંધ કરો. અા પૅનને બરફના ટુકડા મૂકીને તેને ઠંડું કરો. પાણી ઉમેરો. મિશ્રણમાં ભૂકો કરેલો બરફ નાખો. વ્હીપ કરેલી ક્રીમને સર્વિંગ બાઉલમાં ભરો. તેને બે કલાક સુધી ફ્રીઝમાં ઠંડી થવા મૂકો. અા બાઉલના મિશ્રણને ફુદીનાનાં પાન અને મગો પલ્પથી ગાર્નિશ કરો.

You might also like