કેરીની રબડી

સામગ્રી

1 લીટર ઠંડુ ક્રિમ દૂધ

100 ગ્રામ ખાંડ

થોડુ કેસર

2 કેરી (સમારેલી)

1 કેરી (ઝીણી સમારેલી)

50 ગ્રામ પિસ્તા

બનાવવાની રીતઃ સૌ પ્રથન એક પેનમાં દૂધને ગરમ કરવા માટે મૂકો. જ્યારે દૂધ ઉકળવા લાગે ત્યારે તેમાં ખાંડ અને કેસર મિક્સ કરો. દૂધને ધીમા તાપે ઉકાળતા રહો. દૂધ એકદમ ઘટ્ટ ન થાય ત્યાં સુધી તેને ઉકાળતા રહો. દૂધને સતત હલાવતા રહો. જેથી પેનમાં નીચે ચોટી ન જાય. દૂધ ઘટ્ટ થઇ જાય પછી તેને ઠંડુ થવા દો. હવે તેમાં બધી જ સામગ્રી એડ કરો અને તેને ઠંડી થવા દો. કેરીની રબડીને ઠંડી થઇ જાય પછી કેરીના ટૂંકડા સાથે સર્વ કરો.

You might also like