ઘરે બનાવો ટેસ્ટી મેંગો મફિન, જાણો રેસિપી…

કેટલા લોકો માટે : 4

સામગ્રી : મેંદો – 200 ગ્રામ, બેકિંગ પાવડર – 1,1/2 નાની ચમચી, ખાંડ-175 ગ્રામ, કેરી કલ્પ – 1/2 કપ, પીળો રંગ – 2 બુંદ, બટર – 120 ગ્રામ, દૂધ-250 મીલી લીટર, મેંગો એસેન્સ – 2 બુંદ

વિધિ – એક વાસણમાં મેંદો, બેકિંગ પાવડર તેમજ પીળો રંગ મિક્સ કરીને ફિલ્ટર કરી લો. તેમાં ખાંડ તેમજ મેંગો કલ્પ મિક્સ કરો. મિક્સચરની વચ્ચે બટર, દૂધ અને મેંગો એસેન્સ નાંખી મિક્સ કરી દો. વધારે સમય ન ચલાવો. હવે તેમાં ગ્રીસ કરેલ મફિન ટીનમાં 3/4 ભાગ સુધી ભરો. પ્રી-હિટેડ અવનમાં 180 ડિગ્રી પર 25 મિનીટ સુધી બેક કરો. તૈયાર થઇ ગયું તમારું મેંગો મફિન્સ

You might also like