મેંગો ખીર

સામગ્રી

3 પાક્કી કેરીની પ્યોરી

1 લીટર દૂધ

11/2 કપ બાસમતી ચોખા

1 કપ ખાંડ

2 ચમચી કિશમિશ

2 ચમચી બદામ

1 ચમચી ગુલાબ જળ

1 ચમચી ઇલાયચી પાવડર

સજાવટ માટે

1 કેરી (ઝીણા ટૂંકડામાં કટ કરેલી)

1 ચમચી બારીક કાપેલી બદામ અને પિસ્તા

બનાવવાની રીતઃ ધીમી આંચ પર એક પેનમાં દૂધ ઉકાળો. પહેલો ઉફાળો આવી જાય એટલે તેમાં ચોખા એડ કરો 20 મિનિટ સુધી સતત તેને હલાવતા રહો. દૂધ એકદમ ઘટ્ટ થઇ જાય ત્યાં સુધી ઉકાળો. ચોખા પણ ચઢી જાય તેનું ધ્યાન રાખવું. હવે મીશ્રણમાં ખાંડ અને ઇલાયચી પાવડર એડ કરો. ખાંડ ઓગળી જાય એટલે ગેસ બંધ કરી દો અને એક વાસણમાં નિકાળીને ઠંડુ થવા દો. ખીર ઠંડી થઇ જાય એટલે તેમાં કેરીની પ્યોરી, દ્રાક્ષ, બદામ અને ગુલાબ જળ બરોબર મિક્સ કરી લો. તૈયાર મેંગો ખીરને ફ્રીજમાં રહેવા દો. સર્વિંગ સમયે ખીરના બાઉલમાં કટ કરેલી કેરી અને બદામ સજાવીને સર્વ કરો.

http://sambhaavnews.com/

You might also like