મેંગો આઇસ ટી

સામગ્રી

2 કેરી

3 નાની  ચમચી ચા

½ ચમચી લીંબુનો રસ

ખાંડ સ્વાદ અનુસાર

4 કપ પાણી

ફૂદીના પત્તા સજાવટ માટે

બનાવવાની રીતઃ કેરીની છાલ ઉતારીને તેના ટૂંકડા કરો અને મિક્ચરમાં તેની પ્યોરી બનાવો. હવે કેરીની પ્યોરીને ફ્રીઝમાં રાખો, ગેસ પર વાસણમાં પાણી ગરમ કરવા મૂકો. ત્યાર બાદ ગરમ પાણીમાં ચા એડ કરીને મધ્યમ આંચ પર 10 સેકન્ડ સુધી તેને રાખો. હવે ગેસ બંધ કરી ચાના મિક્ષણને 5 મિનિટ સુધી રહેવા દો. ત્યાર બાદ ચાના મિશ્રણ વાળા પાણીને ગાળીને તેને ઠંડુ થવા દો.  જ્યારે ચાનું મિશ્રણ ઠંડુ થઇ જાય ત્યારે તેને મિક્ચર જારમાં એડ કરો. તેમાં કેરીની પ્યોરી, લીંબુનો રસ અને ખાંડ એડ કરો. હવે આ મિશ્રણને એકથી 2 મિનિટ માટે મિક્ચરમાં મિક્સ કરો. તૈયાર કરેલી આઇસટીને કપમાં નિકાળી તેમાં બરફના ટૂંકડા એડ કરી અને ફુદીનાના પત્તા સાથે ગાર્નિશ કરો.

You might also like