અમદાવાદમાં કેરીનું વહેલું આગમન

અમદાવાદઃ અમદાવાદ સહિત રાજ્યભરનાં બજારમાં અત્યારે પાકી કેરી ઠલવાઇ રહી છે. દક્ષિણ ભારતમાં વરસાદ ઓછો થવાના કારણે કેરીના પાક માટે જરૂરી તાપમાન અને વાતાવરણ અનુકૂળ થતાં કેરીનો મબલક પાક ઊતર્યો છે. ગુજરાતમાં છેલ્લા ૧પ દિવસથી મહારાષ્ટ્રથી મોટા પ્રમાણમાં કેરી આવી રહી છે. હોલસેલ માર્કેટમાં સરેરાશ રોજની ર૦થી ૩૦ ટન કેરી કેરાલા, મહારાષ્ટ્ર સહિત જુદા જુદા વિસ્તારમાંથી આવે છે. હાલમાં મળતી લાલબાગ કેરી હોલસેલમાં રૂ.૩પથી ૪૦ અને રિટેલમાં રૂ.૮૦ પ્રતિકિલોના ભાવે વેચાય છે, બદામ કેરી ૬પથી ૭૦ રૂપિયા, તોતાપુરી કરી રૂ.૬૦ પ્રતિકિલોના ભાવે વેચાઇ રહી છે.

કેરીના પાક માટે ઉનાળા પહેલાં ગરમીનું અનુકૂળ વાતાવરણ સર્જાતાં જાન્યુઆરી મહિનામાં જ આંબા મોરના બદલે કેરીના પાકથી લચી પડ્યા છે. આ વર્ષે એપ્રિલ-મેમાં મળતી પાકી કેરી ફેબ્રુઆરીના અંતથી એકથી દોઢ મહિનો વહેલી મળતી થઇ ગઇ છે. આ માસના અંત પહેલાં કેસર કેરીનું પણ બજારમાં આગમન થઇ જશે, જોકે ૧૦ કિલોની પેટીના ગત વર્ષે રૂ.૯૦૦ શરૂમાં બોલાયા હતા, પરંતુ આ વર્ષે મબલક પાક થવા ઉપરાંત કેરીના વહેલા આગમનથી ભાવ ગત વર્ષની સરખામણીએ રૂ.૧૦૦ ‌જેટલો ઓછો રહેશે, જ્યારે આફૂસ કેરીના બોક્સનાે ભાવ રૂ.૯૦૦ હાલમાં બોલાઇ રહ્યાે છે.

http://sambhaavnews.com/

You might also like