બજારમાં કેરીનું આગમન ભાવ રૂ.૨૦૦થી ૧૦૦૦

અમદાવાદઃ ફળોના રાજા તરીકે જાણીતી પાકી કેરીનું અમદાવાદના માર્કેટમાં આગમન થઇ ચૂક્યું છે. આ વર્ષે કેરીનો પાક ઠીકઠાક હોઇ કેરીના સ્વાદ ર‌િસયાઓએ વધુ રૂપિયા ખર્ચવા નહીં પડે. શહેરમાં હાલમાં ફ્રૂટબજારમાં આવેલી કેરીમાં આફૂસ, બેંગલોરની બદામ કેરી તેમજ લાલ બાગ અને પિયુ નામની કેરી વેચાણમાં છે.

બદામ કેરીનો પ્રારંભિક તબક્કો છૂટક ભાવ ર૦૦ રૂ. આસપાસ છે. જ્યારે લાલ બાગ અને પિયુનો ભાવ ૧પ૦ થી ૧૮૦ પ્રતિકિલો છે. જ્યારે આફૂસ હંમેશાં ડઝનના ભાવે બજારમાં પ્રારંભિક તબક્કે આવે છે. તેનો ડઝનનો ભાવ રૂ.૭૦૦ થી ૧૦૦૦ વચ્ચે ઝોલા ખાય છે. કેરીના વેપારી દલસુખભાઇ ચૌહાણે જણાવ્યું હતું કે અખાત્રીજ પછી ગીરની કેસર કેરીથી બજાર ઊભરાશે સાથે કચ્છી કેરીની આવક પણ વધશે

.
આગામી માસથી ગુજરાતની અમલસાડી કેરી આફૂસ બજારમાં વેચાવા આવી જશે. હાલમાં મહારાષ્ટ્રની આફૂસ કેરી બજારમાં દેખાઇ રહી છે.
વિશ્વમાં અંદાજે ૪ કરોડ ટન કેરી પાકે છે, તેનો પ૬ ટકા હિસ્સો ભારતમાં પાકે છે. તેમાંય સૌરાષ્ટ્રની કેસર અને મહુવાની જમાદાર કેરી તેમજ કચ્છી કેસરની સુવાસ દેશભરમાં જાણીતી છે.

કેસર કેરીનું આગમન વિધિવત્ રીતે ૧પ એ‌િપ્રલ પછી શરૂ થશે. જેનો શરૂ ભાવ રૂ. ૭૦૦ પેટીદીઠ હશે, જે ઘટીને મે માસમાં પ૦૦ રૂ. સુધી થઇ જશે. હાલમાં બજારમાં બદામ કેરી, લાલ બાગ, આફૂસ, તોતાપુરી અને લંગડો ઉપલબ્ધ છે.
નવી સિઝનની કેરીનો ભાવ શરૂઆતમાં વધુ હોવાથી હજુ ઉપાડ થતો નથી. વેપારીઓ પણ ગ્રાહકોની માગની લઇને કેરી એક તબક્કે ખરીદી લે છે, પરંતુ ભરપૂર સિઝન એ‌િપ્રલ પછી શરૂ થશે. હાલમાં માગ ઓછી હોવાથી એક માન્યતા એ પણ છે કે ગુજરાતીઓ હો‌િલકાદહન પહેલાં કેરી ખાતા નથી. હોળી પ્રગટાવીને કેરી અર્પણ કર્યા પછી જ સાચું કેરીની ખરીદીનું માર્કેટ શરૂ થાય છે.

You might also like