બોલિવુડના ખેલાડી અક્ષયકુમાર સાથે ‘મંગલયાન’માં જોવા મળશે સોનાક્ષી સિંહા

અક્ષયકુમારના લીડ રોલવાળી ફિલ્મ ‘મંગલયાન’ એક સ્પેસ મિશનની કહાણી છે. એવું કહેવાય છે કે તેમાં ચાર અભિનેત્રી હશે, જેમાંથી એક સોનાક્ષી સિંહા પણ હશે. સોનાક્ષી આ પહેલાં ફિલ્મ ‘રાઉડી રાઠોડ’માં અક્ષય સાથે કામ કરી ચૂકી છે.

આ ઉપરાંત ગુલશન કુમારની બાયોપિક ‘મોગુલ’માં પણ સોનાક્ષીના કામ કરવાની અટકળો લાગી રહી છે. જ્યારથી આ ફિલ્મના નિર્દેશક સુભાષ કપૂર પર ‘મી ટુ’ હેઠળ યૌનશોષણનો આક્ષેપ લાગ્યો છે ત્યારથી ફિલ્મ સાથે જોડાયેલી કોઇ ને કોઇ ચોંકાવનારી ખબર સામે આવતી રહે છે.

સુભાષ પર લાગેલા આક્ષેપ બાદ સૌથી પહેલાં લીડ રોલ ભજવી રહેલા આમિરે ફિલ્મમાંથી પોતાના હાથ પાછા ખેંચી લીધા, પરંતુ હવે સમાચાર એવા છે કે સુભાષને ફિલ્મમાંથી હટાવ્યા બાદ આમિર આ ફિલ્મમાં કામ કરશે. આ ફિલ્મમાં સોનાક્ષી અને દીપિકા મહત્ત્વના રોલમાં હશે.

આ ફિલ્મની કહાણી ૭૦થી ૮૦ના દાયકાની આસપાસ ફરશે. તેથી એક એવી અભિનેત્રી જોઇતી હતી, જે રેટ્રો લુકમાં સુંદર દેખાય. સોનાક્ષીએ ફિલ્મ માટે હા કહી છે, પરંતુ હજુ સુધી ફિલ્મ સાઇન કરી નથી. એવું માનવામાં આવી રહ્યું છે કે ફિલ્મમાં તેનો રોલ નાનો, પરંતુ મહત્ત્વનો હશે. આ ઉપરાંત સોનાક્ષી ‘ટોટલ ધમાલ’, ‘કલંક’ અને ‘દબંગ-૩’માં પણ જોવા મળશે. •

You might also like