પત્ર લખીને જાનવરોને માનવાનાં પીળા પરવાનાં આપી દેવાય છે : મેનકા ગાંધી

પટના : બિહારમાં પાકને નુકસાન પહોંચાડનાર નીલગાયોની હત્યા બાદ કેન્દ્રીય મહિલા અને બાલ વિકાસ મંત્રી મેનકા ગાંધી પર્યાવરણ મંત્રાલય પર વિફરી ગયા હતા.મેનકાએ આરોપ લગાવ્યો છે કે પર્યાવરણમંત્રી રાજ્યોને પત્ર લખી રહ્યા છે અને જાનવરોને મારવાની મંજુરી આફી રહ્યા છે. બીજી તરફ પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરએ આ નિવેદન પર કોઇ પ્રતિક્રિયા આપી નથી. મેનકાએ કહ્યું કે અમારી સરકારમાં પહેલીવખત પર્યાવરણ મંત્રાલય આટલું સક્રિય થઇ ગયું છે અને તમામ રાજ્યોને કહેવામાં આવી રહ્યું છે કે જણાવો કયા કયા જાનવરોને તમે મારવા માંગો છો.

મેનકાએ કહ્યું કે, બંગાળમાં હાથીઓને, ગોવામાં મોરને, રાજસ્થાનમાં નીલ ગાયોને મારવામાં આવે. પરંતુ ત્યાં હાઇકોર્ટે સ્ટે લગાવી દીધો છે. મેનકાનું આ નિવેદન બિહારમાં લગભગ 250 નીલ ગાયોની હત્યા બાદ આવ્યું છે. મેનકાએ કહ્યું કે અમે RTI દ્વારા ભાળ મેળવી છે કે કોઇ પણ રાજ્યે પોતે જાનવરોને મારવાની મંજુરી નથી માંગી પરંતુ મોટા ભાગનાં રાજ્યોએ હાઇકોર્ટમાંથી સ્ટે લીધો છે. પર્યાવરણ મંત્રી પોતે સક્રિય થઇને જાનવરોની પાછળ પડી રહ્યા છે.

મેનકાએ તેમ પણ કહ્યું કે બિહારમાં જે પ્રકારે નીલગાયોને મારવામાં આવી રહી છે તેનાં માટે પર્યાવરણ મંત્રી અને રાજ્યનાં મુખ્યમંત્રી નીતીશ કુમાર જવાબદાર છે. તેમણે કહ્યું કે બિહારમાં નીતીશ કુમારે જે કાંઇ પણ કર્યું છે તે ખુબ જ શરમજનક છે. બીજી તરફ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે મેનકા ગાંધીનાં નિવેદન બાદ પ્રતિક્રિયા ટાળી હતી. તેમણે કહ્યું કે કોણે શું કહ્યું તે અંગે હું કોઇ પ્રતિક્રિયા નથી આપવા માંગતો, પરંતુ કાયદાની રીતે જો ખેડૂતોનાં પાકને વધારે નુકસાન થાય તો રાજ્ય સરકાર જે પણ પ્રસ્તાવ મોકલે છે અમે તેને સામાન્ય રીતે મંજુર કરતા હોઇએ છીએ.

You might also like