થિયેટરમાં ફિલ્મ શરૂ થતા પહેલા રાષ્ટ્રગીત ફરજિયાતઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ થિયેરમાં રાષ્ટ્રગીત વગાડવા પર સુપ્રીમ કોર્ટે મહત્વનો આદેશ આપ્યો  છે. સુપ્રીમે આદેશ આપ્યો છે કે ફિલ્મ શરૂ થતા પહેલાં દરેક થિયેટરમાં સ્ક્રિન પર રાષ્ટ્રગીત ફરજીયાત પણે ચલાવવાનું રહેશે. એટલે કે થિયેટરમાં ફિલ્મના દરેક શોમાં ફિલ્મ શરૂ થાય તે પહેલાં રાષ્ટ્રગીત વગાડવાનું રહેશે. સાથે જ થિયેટરની સ્ક્રિન પર રાષ્ટ્રધ્વજ પણ દેખાતો હોવો જરૂરી છે. આ દરમ્યાન તમામ પ્રેક્ષકોએ ઉભા રહીને રાષ્ટ્રગીત અને રાષ્ટ્રધ્વજ બંનેને સનમાન આપવાનું રહેશે.

સુપ્રીમના આ મહત્વના આદેશનું દેશના તમામ સિનેમાઘરોએ પાલન કરવાનું રહેશે. થિયેરની સ્ક્રિન પર ફિલ્મની શરૂઆત પહેલાં જ રાષ્ટ્રગીત વગાડવાનો આદેશ સુપ્રીમે આપ્યો છે. જેમાં ફરજિયાત પણે પ્રેક્ષણોએ ઉભા રહેવાનું રહેશ. આ પહેલાં પણ આ નિર્ણય લેવાયો હતો. જોકે કેટલાક સિનેમાઘરો આ નિર્ણયનો અમલ કરતા ન હતા. ત્યારે હવે ફરજીયાત પણે દેશના તમામ સિનેમાઘરોએ સુપ્રીમના આ આદેશનું પાલન કરવાનું રહેશે. સાથે જ દર્શકોએ સન્માન સાથે ઉભા રહેવાનું પણ રહેશે. રાષ્ટ્રગીત સાથે જનમાનસની ભાવના જોડાયેલી છે. ત્યારે સુપ્રીમે ફરજિયાત પણે રાષ્ટ્રગીત વગાડવાનો આદેશ સિનેમાઘરનો આપ્યો છે. સાથે જ આ અંગે ચોક્કસ દિશા નિર્દેશ પણ તૈયાર કરવામાં આવશે. જે થોડા સમયમાં સિનેમાઘરોમાં પહોંચાડવામાં આવશે.

visist: sambhaavnews.com

You might also like