એકથી વધારે બેંક એકાઉન્ટ હોય તો તમારા માટે છે અગત્યનાં સમાચાર

મુંબઇ : જો તમારા એક કરતા વધારે બેંક એકાઉન્ટ ઓપરેટ કરી રહ્યા છો તો તમારે 31 જુલાઇ સુધીમાં ઇન્કમ ટેક્સ રિટરનમાં તેની સંપુર્ણ માહિતી આપવી પડશે. નોંધનીય છે કે ઇનકમટેક્સ રિટર્ન ફાઇલ કરવા માટેનાં ઘણા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જો કોઇ વ્યક્તિ આવું નથી કરતો તો આવકવેરા વિભાગ તેની વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે. આવું બહાર આવે તો આવકવેરા વિભાગ ટેક્સ ઉપરાંત તેનાં 300 ટકા સુધીનો દંડ પણ વસુલી શકે છે.

નાણાકીય વર્ષ 2016-17નાં ઇન્કમટેક્સ રિટર્ફ ફાઇલ કરવાનાં નિયમોમાં કેટલાક પરિવર્તન થયા છે. હવે ઇન્કમટેક્સ રિટર્નમાં તમામ બેંક એકાઉન્ટની ડિટેલ આપવું જરૂરી છે. જો તેવું નહી કરવામાં આવે તો આવકવેરા વિભાગ તમારી વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે. ખાતેદારે પોતાનાં તમામ એક્ટિવ એકાઉન્ટ અંગે માહિતી આપવાની રહેશે.

You might also like