શંકાસ્પદ બેગ મળી આવતા માન્ચેસ્ટર એરપોર્ટ ખાલી કરાવાયું

લંડન : માન્ચેસ્ટર એરપોર્ટ પર શંકાસ્પદ બેગ મળવાનાં કારણે ચકચાર મચી જવા પામી હતી. હવાઇ મથકનાં અધિકારીઓનું કહેવુ છે કે ટર્મિનલ ને ખાલી કરી દેવામાં આવ્યું છે. આ બેગ હવાઇ મથકનાં ટર્મિનલ 3 પરથી મળી આવી હતી. બિનવારસી બેગ મળ્યા બાદ સુરક્ષા કર્મચારીઓએ યાત્રીઓને સુરક્ષીત સ્થળે ખસેડ્યા હતા.

સ્થાનિક અધિકારીઓનું કહેવું છે કે આ મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે. આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે આ બેગમાંવિસ્ફોટક સામગ્રી પણ હોઇ શકે છે. પોલીસનું કહેવું છે કે આ મુદ્દાની ગંભીરતાને જોતા બોમ્બ ડિફ્યુઝીંગ સ્કવોર્ડને પણ બોલાવી લેવામાં આવી છે.

હાલ સમગ્ર એરપોર્ટ સંકુલ ખાલી કરાવી દેવામાં આવ્યું છે. વિસ્તાર કોર્ડન કરીને અન્ય આ પ્રકારની કોઇ શંકાસ્પદ વસ્તુ છે કે નહી તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. બોમ્બ ડિફ્યુઝલ સ્કવોર્ડનાં આવી ગયા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

You might also like