Categories: India

IGI એરપોર્ટનાં ટર્મિનલમાં એક વ્યક્તિ 10 દિવસ પકડાયા વગર રહ્યો

નવી દિલ્હી : દિલ્હીનાં ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઇમખત પર હાઇસિક્યોરિટીનો ફિયાસ્કો બહાર આવ્યો છે. આઇજીઆઇનાં ટર્મિનલ નંબર-3માં એક વ્યક્તિ 10 દિવસ સુધી છુપાયેલો રહ્યો હતો. આ વ્યક્તિ આટલા દિવસથી છુપાયેલો છે તે વાત પણ ત્યારે સામે આવી જ્યારે તે ઇન્કવાયરી કરવા માટે કાઉન્ટર પર પહોંચ્યો હતો. જ્યારે તે પુછપરછ માટે ગયો ત્યારે રિસેપ્શન પર રહેલી યુવતીને શંકા ગઇ હતી કે તે એક જ વ્યક્તિને છેલ્લા ઘણા દિવસોથી જોઇ રહી છે.

એરપોર્ટનાં ટર્મિનલમાં 10 દિવસથી રહેતાં આ વ્યક્તિને રિસેપ્શનિસ્ટ ઓળખી ગઇ હતી પરંતુ સુરક્ષા જવાનોની નજર પડી જ નહોતી. જો કે આટલા દિવસો સુધી તે વ્યક્તિ પોતાની સાથે લાવેલા ડ્રાયફ્રુટ્સ ખાઇને દિવસો કાઢ્યા હતા. આ વ્યક્તિએ યુએસ જતી ફ્લાઇટ માટે ઇન્કવાયરી કરવા માટે જ્યારે કાઉન્ડર પર ગયો ત્યારે રિસેપ્શન પર રહેલી યુવતીને તેનાં પર શંકા ગઇ હતી. જેથી તેણે સુરક્ષામાં રહેલા જવાનોને આ અંગેની જાણ કરી હતી.

ઘટનાની તપાસ કર્યા બાદ સિક્યુરિટી એઝન્સી દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. એરપોર્ટપરથી પકડાયેલ આ વ્યક્તિ મુળ હૈદરાબાદનો છે. તેનું નામ મોહમ્મદ અબ્દુલ્લા છે. અબ્દુલ્લા ગુડગાંવની એક કંપનીમાં નોકરી કરતો હતો. તેની ઉંમર 25 વર્ષની છે. તેનાં વાલી યુએઇમાં રહેતા હોવાથી તે ત્યાં જવાનો પ્રયાસ કરતો હોવાનું જાણવા મળી રહ્યું છે. અબ્દુલ્લાએ પુછપરછમાં કહ્યું કે તેણે એહિતિયાદ નકલી ઇ-ટીકીટ દ્વારા પ્રવેશ કર્યો હતો. જો કે અસલી ટીકીટ ન હોઇ તેને કાઢી મુકાયો હતો. પરંતુ તેણે સંતાઇને ફરીથી ટર્મિનલમાં પ્રવેશ કર્યો હતો. તેણે કહ્યું કે તેની પાસે ટીકીટ પુરતા પૈસા નહોતા. તેથી તે સંતાઇને જવા માંગતો હતો.

Navin Sharma

Recent Posts

એપલની ત્રણ ટકા કેશબેકવાળી પેમેન્ટકાર્ડ સેવા ઉપરાંત ન્યૂઝ પ્લસ અને સ્ટ્રીમિંગ પણ લોન્ચ

(એજન્સી)કેલિફોર્નિયા: કેલિફોર્નિયા સ્થિત સ્ટીવ જોબ્સ થિયેટરમાં એપલની શો ટાઈમ ઈવેન્ટમાં ગઈ કાલે મોડી રાતે કંપનીએ પેમેન્ટ માટે એપલ-પે, એપલકાર્ડ, એપલ…

8 hours ago

દિલથી હું બહુ બોલ્ડ છુંઃ અદા શર્મા

વર્ષ ૨૦૦૮માં રિલીઝ થયેલી વિક્રમ ભટ્ટની ફિલ્મ '૧૯૨૦'થી અદા શર્માએ કરિયર શરૂ કરી હતી. ફિલ્મ સફળ થઇ છતાં પણ અદાને…

8 hours ago

રામાયણમાં સુંદરકાંડ સૌથી શ્રેષ્ઠ છે….

સુંદરકાંડનો પ્રાદુર્ભાવ લંકામાં થયો છે. લંકા ત્રિકૂટ પર્વત પર આવેલો છે. ત્રિકૂટ એટલે ત્રણ શિખર. જેમાં એક શિખરનું નામ નલ…

8 hours ago

જીતીને હારી ગયેલા અશ્વિને કહ્યુંઃ મેં કંઈ ખોટું નથી કર્યું

(એજન્સી) જયપુર: કિંગ્સ ઈલેવન પંજાબે ગઈ કાલે રાજસ્થાન રોયલ્સની ટીમને IPLની પોતાની પ્રથમ મેચમાં 'વિવાદિત' રીતે ૧૪ રને હરાવી દીધી.…

9 hours ago

પેમેન્ટમાં ડિફોલ્ટ થતાં આરકોમ-જિઓ સ્પેક્ટ્રમ ડીલની DOT દ્વારા તપાસ શરૂ

(એજન્સી)નવી દિલ્હી: અનિલ અંબાણીની કંપનીએ રૂ.૨૧ કરોડના સ્પેક્ટ્રમ પેમેન્ટ પર ડિફોલ્ટ કર્યા બાદ ટેલિકોમ વિભાગ (DOT)એ રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (RCOM) અને…

9 hours ago

US જવા પતિ એરપોર્ટ પર રાહ જોતો રહ્યો, પત્ની પોલીસ સ્ટેશન પહોંચી

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહેતી એક NRI યુવતી તેના પતિની જાણ બહાર તેના પાસપોર્ટ અને અગત્યના ડોક્યુમેન્ટ લઇને…

10 hours ago