ના હોય, રસ્તા પરની આ નોટે આ છોકરાને બનાવ્યો કરડોપતિ

ઘણી વખત આપણને રસ્તા પર પડેલી નોટ મળી જાય છે. જેને આપણે આમતેમ જોઇ અને કોઇ ન દેખે તેવી રીતે આપણા ખીસ્સામાં મૂકી દેતા હોઇએ છીએ. અથવા તો તેને મંદિરમાં મૂકી દઇએ છીએ કાંતો કોઇ જરૂરિયાતમંદ વ્યક્તિને આપી દઇએ છીએ. પરંતુ વાત એક એવા છોકરાની છે કે જેની કિસ્મત રસ્તા પર મળેલી એક નોટથી બદલાઇ ગઇ.  રસ્તા પર મળેલી તે નોટની મદદથી તે કરોડપતિ બની ગયો છે. સેન ફ્રાંસિકોમાં રહેનાર હ્યૂબર્ટ ટેંગ ત્યાંના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉભો હતો. રસ્તા પર 20 ડોલરની નોટ પડી હતી. ટેંકે તે નોટને ઉઠાવીને પોતાના ખીસ્સામાં મૂકી દીધી.

એરપોર્ટથી ટેંગ એક લોટરી શોપમાં ગયો અને 20 ડોલરની નોટ આપીને બે લોટરી ટિકીટ ખરીદી. ત્યારે તેને પણ ખબર ન હતી કે રસ્તા પર પડેલી તે નોટ તેનું ભાગ્ય બદલી નાખશે. ટેંગે ખરીદેલી ટિકિટને પોતાના મિત્રોની હાજરીમાં સ્ક્રેચ કરી. ટેગે આ લોટરીની મદદથી 10 લાખ અમેરિકન ડોલર એટલે કે 6 કરોડ રૂપિયા લાગ્યા હતા. લોટરી આ કંપનીની સૌથી વધારે અપાનારી રકમ હતી. ટેંગ એરપોર્ટની નજીક બાર ટેન્ડરનું કામ કરે છે. લોકો તે જાણીને હેરાન છે કે રસ્તા પર પડેલી નોટેતે વ્યક્તિની કેવી રીતે જીંદગી બદલી નાંખી.

You might also like