ગાઝિયાબાદ એરબેઝમાં શંકાસ્પદ શખ્સની ઘૂસણખોરી, જવાનોએ મારી ગોળી

ગાઝિયાબાદમાં આવેલા અને અત્યંત સંવેદનશીલ એવા હિંડન એરબેઝમાં એક શખ્સે ઘુસણખોરી કરવાની કોશિશ કરી હતી. જો કે વાયુસેનાના જવાનોએ શંકાસ્પદ શખ્સ પર ગોળી ચલાવી, જેમાં શંકાસ્પદ યુવકને પગમાં ઇજા પહોંચી હતી.

પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે તે યુવક પ્રતાપગઢનો રહેવાસી છે. હાલમાં આ શંકાસ્પદ શખ્સને એરફોર્સની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જો કે આ શખ્સે એરબેઝમાં કયા કારણોસર ઘૂસવાની કોશિશ કરી હતી, તે હજુ જાણવા મળ્યું નથી. સારવાર બાદ શંકાસ્પદની વધુ પૂછપરછ હાથ ધરાશે.

ગાઝિયાબાદના SSP હરિ નારાયણ સિંહે જણાવ્યું હતું કે, આ ઘટના રાત્રે 9 કલાકની આસપાસની છે. ઉલ્લેખનીય છે કે હિંડન એરબેઝ સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત
સંવેદનશીલ છે. અને આ ઘટના બાદ અલર્ટ જાહેર કરી દેવાયું છે.

You might also like