કિશોરીએ બહાદુરીપુર્વક છેડતી કરનાર યુવકને પકડી રાખ્યો

લખનઉ : શહેરનાં એક એપાર્ટમેન્ટની લિફ્ટમાં મોડી રાત્રે 11માં ધોરણમાં અભ્યાસ કરતી કિશોરી સાથે અજાણ્યા યુવકે બળાત્કારનો પ્રયાસ કર્યો હતો. જો કે કિશોરીએ પોતાનો બચાવ તો બહાદુરી પુર્વક કર્યો હતો પરંતુ જ્યારે લિફ્ટ ખુલી ત્યારે તે યુવકને ભાગવા પણ નહોતો દીધો. ભાગી રહેલા યુવકનાં પગે કિશોરીએ બચકા ભર્યા હતા અને તેને પકડી રાખ્યો હતો. જેથી ગભરાયેલા વિકૃત વ્યક્તિએ નજીક પડેલુ કુંડુ ઉઠાવીને તેને માર્યું હતું. તેમ છતા પણ હિમત નહી હારતા કિશોરીએ પોતાની પકડ જાળવી રાખી હતી.

પોતે ફસાઇ રહ્યો હોવાનો અહેસાસ થતા વિકૃત વ્યક્તિએ કિશોરી બેભાન ન થઇ જાય ત્યાં સુધી તેનાં માથા પર ફટકા માર્યા હતા. હાલ કિશોરીને ગંભીર હાલતમાં આઇસીયુમાં ખસેડવામાં આવી હતી. તેનાં માથા પર 50 ટાંકા આવ્યા છે. ઘટનાં લખનઉનાં પીજીઆઇ વિસ્તારનાં સુશાંત ગોલ્ફ સિટીનાં ક્રિસ્ટલ પેરેડાઇઝ એપાર્ટમેન્ટની છે. જ્યારે બુધવારે કિશોરી પર લિફ્ટમાં જ બળાત્કાર કરવાનો પ્રયાસ થયો હતો. જો કે કિશોરીએ બહાદુરીપુર્વક તેનો સામનો કર્યો હતો.

વિદ્યાર્થીની જ્યારે એફ ટાવરનાં ચોથા માળે સામાન લેવા માટે જઇ રહી હતી ત્યારે તે જ ટાવરનાં બીજા માળે રહેતો શોભિત લિફ્ટ દ્વારા નીચે આવી રહ્યો હતો. તે બહાર નિકળી રહ્યો હતો ત્યારે જ વિદ્યાર્થીની આવી ગઇ હતી. જેથી શોભીત ફરીથી લિફ્ટમાં બેસી ગયો હતો. કિશોરી સાથે બળજબરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જેથી ગભરાયેલી વિદ્યાર્થીનીએ બીજે માળે લિફ્ટ ઉભી રહેતા બુમો પાડવા લાગી હતી. જો કે શોભિતને ભાગતો જોઇ તેણે તેને પકડી લીધો હતો. જોકે તેણે પહેલા કુંડા અને ત્યાર બાદ ઇંટ વડે પ્રહારો કર્યા હતા.

You might also like