કોંગ્રેસ ઇચ્છે તો અમે ત્રણેય મધ્યપ્રદેશમાં પ્રચાર કરીશું : હાર્દિક પટેલ

ગુજરાત પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલે જણાવ્યું છે કે જો કોંગ્રેસ ઇચ્છે તો અમે ત્રણ, હું, જીજ્ઞેશ મેવાણી અને અલ્પેશ ઠાકોર કોંગ્રેસ માટે મધ્યપ્રદેશમાં પ્રચાર કરી શકીએ છીએ. હાર્દિક પટેલે જણાવ્યું કે અમે આગામી વર્ષે યોજાનારા સાંસદ-વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને સમર્થન આપવા તૈયાર છીએ.

જો કોંગ્રેસ પક્ષ મદદ માંગશે તો અમે ત્રણેય પ્રચાર કરવા તૈયાર છીએ. અમે દેશને અલગ-અલગ કરવાનું રાજકારણ કરી રહેલા પક્ષ વિરુધ પ્રચાર કરીશું. હાર્દિક પટેલે કહ્યું કે હું અહીં પછાત વર્ગના એક કાર્યક્રમમાં ભાગ લેવા અહીં આવ્યો છું. જો મને પુછવામાં આવે તો હું કોંગ્રેસને સમર્થન આપીશ.

આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસ મુખ્યમંત્રી પદના ઉમેદવારને લઇને પોતાનો ચહેરો રજૂ કરવો જોઇએ. અમે ત્રણેય હું, જીજ્ઞેશ મેવાણી અને અલ્પેશ ઠાકોર મધ્યપ્રદેશમાં કોંગ્રેસને મદદ કરવા તૈયાર છીએ જેમ અમે ગુજરાતમાં કોંગ્રેસને મદદ કરી હતી.

પાટીદાર નેતા હાર્દિક પટેલે કહ્યું હતું કે હું એવી તાકાત સામે લડી રહ્યાં છે જે દેશના સમાજને વિભાજીત કરવાની કોશિષ કરી રહ્યું છે અને દેશના સંવિધાનને બદલવાના પ્રયત્ન કરી રહ્યાં છે. હું દરેક માટે સમાનતા સુનિશ્ચિત કરવા આ તાકાત સામે લડી રહ્યો છું.

નોટબંધીને એક મોટા કૌભાંડ તરીકે સાર્વજનિક કર્યું તેમજ ભાજપા પર પૈસા અને તાકાત દ્વારા ચૂંટણી જીતવાનો હાર્દિક પટેલે આરોપ લગાવ્યો. પાટીદાર નેતા હાર્દિક પટેલે સાગર જિલ્લાના ગઢકોટા શહેરમાં એક સભાને સંબોધન કર્યું હતું. હાર્દિક પટેલે ભાજપા પર આકરા પ્રહાર કર્યાં.

You might also like