સિગારેટ પીવાની ના પાડતાં ત્રણ યુવાનોએ એક દિવ્યાંગને ચાલુુ ટ્રેને બહાર ફેંકી દીધો

ચંડીગઢ: ચંડીગઢ નજીક ટ્રેનમાં એક દિવ્યાંગ વ્યકિતને ત્રણ લોકોએ માર મારીને તેને ચાલુ ટ્રેનમાંથી બહાર ફેંકી દીધી હતી. આ દિવ્યાંગ વ્યકિતએ ત્રણેયને સિગારેટ નહીં પીવા જણાવ્યું હતું. આ ઘટના મથુરા જતી એક ટ્રેનમાં મુસ્લિમ કિશોર જુનેદની હત્યાના થોડા કલાકો બાદ જ ઘટી હતી.

હરિયાણાના ફરિદાબાદમાં રહેતો ઉપેન્દ્ર પ્રસાદ (ઉ.વ.૪પ) ચંડીગઢ રેલવે સ્ટેશનથી ટ્રેનમાં બેઠો હતો અને તેને દિલ્હી જવાનું હતું અને ત્યાંથી તે પોતાના વતન જવાનો હતો.

રેલવે પોલીસના અેક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ઉપેન્દ્ર પ્રસાદે પોતાની પોલીસ ફરિયાદમાં એવું નિવેદન આપ્યું હતું કે તે ચંડીગઢ-કેરળ સંપર્ક ક્રાંતિ એકસપ્રેસના દિવ્યાંગ કોચમાં સવાર થયો હતો. આ કોચમાં શારીરિક રીતે હટ્ટોકટ્ટો બાંધો ધરાવતા ત્રણ શખ્સ પણ સફર કરી રહ્યા હતા. ત્રણેયની ઉંમર ર૦થી ર૪ વર્ષની હતી.

અંબાલા કેન્ટના જીઆરપી પોલીસ અધિકારી રાજ બચ્ચને આ દિવ્યાંગ વ્યકિતની ફરિયાદને ટાંકીને જણાવ્યું હતું કે ટ્રેન ચાલુ થતાં ત્રણેય ધૂમ્રપાન શરૂ કર્યું હતું. ઉપેન્દ્ર પ્રસાદે તેનો વિરોધ કર્યો હતો. આથી રોષે ભરાયેલા ત્રણેયે તેને ગાળો ભાંડીને લાત અને મુક્કા મારવાનું શરૂ કર્યું હતું. ત્યાર બાદ ત્રણેયે ઉપેન્દ્ર પ્રસાદનાં પર્સ અને મોબાઇલ ફોન છીનવી લીધાં હતાં અનેે તેમને ગળાટૂંપો આપવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે ટ્રેન ચંડીગઢથી લગભગ રપ કિ.મી. દૂર મોડલ ટાઉન પર પહોંચી ત્યારે તેમણે દિવ્યાંગ ઉપેન્દ્ર પ્રસાદને ઊંચકીને ચાલુ ટ્રેને બહાર ફેંકી દીધા હતા.
http://sambhaavnews.com/

You might also like