મહેસાણાની LCB કચેરીમાં આરોપીએ કર્યો આપઘાત, બલોલના યુવકની કરી હતી હત્યા

મહેસાણાની LCB કચેરી એક શખ્સે આપઘાત કરવાની ઘટના બનતા લોકોમાં ચકચાર મચી છે. એલસીબીની કચેરીમાં એક શંકાસ્પદ આરોપીએ આપઘાત કર્યો છે. મહેસાણાના બલોલ ગામના કિશોરની હત્યાના કેસમાં સંડોવાયેલા આરોપીએ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, 12 ફેબ્રુઆરીના રોજ બલોલમાં એક કિશોરની તીક્ષ્ણ હથિયારથી ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. આ મામલે પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી હતી. આ આરોપીઓને મહેસાણા ખાતે આવેલ LCB કચેરીમાં પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા હતા.

આ 6 આરોપીઓમાંના જ એક આરોપીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. જો કે આ મામલે LCB દ્વારા કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. LCB આ મામલે આ કેસમાં જ સંડોવાયેલા અન્ય આરોપીઓ સાથે પણ આપઘાત મામલે પૂછપરછ કરી રહી છે. આરોપીએ પસ્તાવાના કારણે આપઘાત કર્યો છે કે અન્ય કોઈ કારણોસર તે મામલે LCB તપાસ કરી રહી છે.

You might also like