એનર્જી ડ્રિન્કનાં અાઠ કેન અેકસાથે ગટગટાવી જતાં હાર્ટઅેટેક અાવ્યો

અાજ કાલ એનર્જી ડ્રિન્ક પીને કુત્રિમ સ્ફૂર્તિ મેળવવાનું ચલણ વધી ગયું છે. અા વસ્તુ હેલ્થ માટે ક્યારેક જોખમરૂપ પણ સાબિત થઈ જતી હોય છે. ઇંગ્લેન્ડના અેક ટાઉનમાં રહેતા ૨૮ વર્ષના માર્ટિન બોલિગ નામના ઇન્સ્યોરન્સ વર્કરને એનર્જી ડ્રિન્કની લત લાગી હતી. તે રોજ એક પબમાં જઈને રેડ બુલ અને તેનાં જેવાં એનર્જી ડ્રિન્ક પીધાં કરતો. અઠવાડિયે તે લગભગ ૭૫૦૦ રૂપિયાનાં એનર્જી ડ્રિન્ક ગટગટાવી જતો. થોડા દિવસ પહેલા તેને એક પછી એક એમ અાઠ રેડ બુલ પેટમાં ઠપકારી દીધા. કેફિનથી ભરપૂર અા ડ્રિન્કના કારણે તે પબમાં બેભાન થઈ ગયો. તેને તરત મેડિકલ સારવાર મળી તેથી બચી ગયો. ડોક્ટરોઅે કહ્યું કે કેફિનના અોવર ડોઝના લીધે તેને હાર્ટઅેટેક અાવ્યો.

You might also like