ભોજપુરી ગીત સંભળાવવાની ઇચ્છા માટે બિગ બીના બંગલામાં ઘૂસ્યો, FRI દાખલ

નવી દિલ્હી: મુંબઇમાં અમિતાભ બચ્ચનના જૂહુવાળા બંગલામાં રવિવારે એક વ્યક્તિ ઘૂસી ગયો. પોલીસે આ વ્યક્તિ વિરૂદ્ધ કલમ 447 હેઠળ કેસ દાખલ કરી લીધો છે. 25 વર્ષના આ વ્યક્તિએ પોતે પૂણે નિવાસી હોવાનું જણાવ્યું છે પરંતુ મૂળ આ બિહારનો રહેવાસી છે. પોતે બિગ બીનો ફેન હોવાનો દાવો કરનાર આ વ્યક્તિનું નામ બુલેટ ભંવરી લાલ યાદવ છે. તેનું કહેવું છે કે આ અમિતાભને ભોજપુરીમાં ગીત સંભળાવવા માંગે છે.

પોલીસનું કહેવું છે કે ઘટના ગત રવિવાર બપોરે 2 વાગ્યાની છે, જ્યારે અમિતાભના ફેન ‘જલસા’ની બહાર એકઠા થયા હતા. આ દરમિયાન તક જોઇને આ વ્યક્તિ દિવાલ કૂદી ગયો અને સિક્યોરિટીવાળાની નજર ચૂકવી ઘરમાં પહોંચી ગયો.

જો કે હજુ સુધી એ સ્પષ્ટ થઇ શક્યું નથી કે તે પકડાયા પહેલાં અમિતાભને મળી શક્યો કે નહી. તેનું કહેવું છે કે તે ખોટા ઇરાદાથી અમિતાભના ઘરમાં ઘૂસ્યો ન હતો. જો કે પોલીસ તેને પકડીને જુહૂ પોલીસ સ્ટેશન લઇ ગઇ.

You might also like