મ્યૂનિખ: ‘અલ્લાહ-હુ-અકબર’ના નારા લગાવતાં ઘણા લોકોને માર્યું ચાકૂ, એકનું મોત

મ્યૂનિખ: દક્ષિણ જર્મનીના મ્યૂનિખમાં એક વ્યક્તિએ રેલવે સ્ટેશનમાં ચાકૂ મારીને ઘણા લોકોને ઘાયલ કર્યા હતા. હુમલા દરમિયાન આરોપી ‘અલ્લાહ-હુ-અકબર’ના નારા લગાવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ હુમલામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે.

પોલીસના અનુસાર પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે આરોપી હુમલા દરમિયાન નારા લગાવી રહ્યો હતો. હુમલામાં ઘણા લોકોને ગંભીર ઇજા પહોંચી છે. કેટલાકની હાલાત નાજુક છે.

જર્મન મીડિયા અનુસાર પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. જો કે પોલીસે આ અંગે હજુ સુધી કોઇ સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી.

તમને જણાવી દઇએ કે આતંકવાદી સંગઠન આઇએસઆઇએસ વિરૂદ્ધની લડાઇમાં સામેલ જર્મની હજુ સુધી પણ મોટા આતંકવાદી હુમલાથી બચ્યું છે. જ્યારે તેના પડોશી ફ્રાંસ અને બેલ્જિયમમાં આઇએસઆઇએસે ખૂબ તાંડવ કર્યું છે.

You might also like