બ્રસેલ્સમાં પોલીસ કાર્યવાહી દરમિયાન ફરી વિસ્ફોટ : એકનું એન્કાઉન્ટર

બ્રસેલ્સ : બેલ્જીયમની રાજધાની બ્રસેલ્સમાં થયેલા ભયંકર આત્મઘાતી હૂમલા બાદ ચાલી રહેલી પોલીસ કાર્યવાહીમાં એક વ્યક્તિનુ એન્કાઉન્ટર કર્યું છે. સમાચાર એજન્સી રોયટર્સનાં અહેવાલ અનુસાર બ્રસેલ્સનાં શારબીક જિલ્લામાં પોલીસનાં ઓપરેશન દરમિયાન એક વિસ્ફોટનો અવાજ પણ સંભળાયો હતો. તેની પહેલા બ્રસેલ્સમાં 31 લોકોનાં જીવ લેનાર આત્મઘાતી હૂમલા બાદ પોલીસે વિવિધ સ્થળો પર દરોડા પાડ્યા હતા. જેમાં 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે 3 શંકાસ્પદ વ્યક્તિઓની ગુરૂવારે સિટી સેન્ટરમાંથી ધરપકડ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે 2 અન્ય લોકોને શહેરમાં અલગ અલગ સ્થળો પરથી અને છ શંકાસ્પદ લોકોને રાજધાનીનાં બહારી વિસ્તારમાંથી પકડવામાં આવ્યા છે. એરપોર્ટ અને મેટ્રો સ્ટેશનની વીડિયો ફુટેજમાં પોલીસ દ્વારા પહેલા આ લોકોની ઓળખ કરવામાં આવી હતી. જો કે આ પૈકી 2 વ્યક્તિઓ હજી પણ ફરાર છે.
અત્રે ઉલ્લેખનીય છે કે બ્રસેલ્સમાં 2 વિસ્ફોટો થયો હતો. અત્રે ઉલ્લેખનીય છેકે પેરિસ હૂમલાનાં શંકાસ્પદ અબ્દેસલામને કહ્યું કે તેને બેલ્જિયમની રાજધાની પર હૂમલા અંગે કોઇ ખ્યાલ નહોતો.પોલીસે અબ્દેસલામને શુક્રવારે બ્રસેલ્સમાંધી ધરપકડ કરવામાં આવી હતી. તે 4 મહિનાથી તે ફરાર હતો. પેરિસ હૂમલામાં 130 લોકોની હત્યા કરનારા સમૂહનો આ એક માત્ર જીવીત સભ્ય છે.

You might also like